શોધખોળ કરો
Advertisement
Coronavirus updates : દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 96 હજાર 551 નવા કેસ, અત્યાર સુધી 76271 લોકોના મોત
ભારત દુનિયામાં અમેરિકા બાદ બીજા નંબરે છે. પરંતુ પ્રતિદિન અમેરિકાથી અનેક ગણા કેસ ભારતમાં મળી રહ્યાં છે.
નવી દિલ્હી: દુનિયામાં સૌથી ઝડપથી કોરોના વાયરસના કેસ ભારતમાં વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 96 હજાર 551 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1209 લોકોના મૃત્યુ થઈ છે. દેશમાં 2 સપ્ટેમ્બરથી સતત એક દિવસથી હજારથી લોકોના મોત થઈ રહ્યાં છે. ભારત દુનિયામાં અમેરિકા બાદ બીજા નંબરે છે. પરંતુ પ્રતિદિન અમેરિકાથી અનેક ગણા કેસ ભારતમાં મળી રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 45 લાખ 62 હજાર 415 થઈ ગઈ છે. તેમાં 76,271 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 43 હજાર 80 થઈ ગઈ છે અને 35 લાખ 42 હજાર 663 લોકો સાજા થઈ ગયા છે. સંક્રમણના એક્ટિવ કેસી તુલનામાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા આશકે ત્રણ ગણી વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓમાં 74 ટકા દર્દી માત્ર નવ રાજ્યોમાં છે, જ્યારે કુલ મોતમાં 69 ટકા મોત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્નાટક, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં થઈ છે. મંત્રાલયે જણાવ્યું કે, કોરોનાના કુલ કેસમાં 60 ટકા કેસ માત્ર પાંચ રાજ્યમાં સામે આવ્યા છે.
મે સુધી 64 લાખ લોકોને લાગ્યો કોરોનાને ચેપ!
ICMRએ થોડા દિવસ પહેલા નેશનલ સીરોલોજિકલ સર્વે કરાવ્યો હતો જેના પરિણામ સામે આવી ગયા છે. તેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે મેની શરૂઆત સુધીમાં 64 લાખ (64,68,388) લોકોને કોરોના વાયરસના સંપર્કમાં આવાવની વાત સામે આવી છે. તેને ટકાવારીમાં જોઈએ તો 0.73 ટકા વયસ્કો કોરોનાથી સંક્રમિત હોવાની વાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion