શોધખોળ કરો

President Ram Nath Kovind Speech: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન- કોરોના, કૃષિ, નવા સંસદ ભવન, જમ્મુ-કાશ્મીર સહિત આ મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.

નવી દિલ્હી:  સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ દિવસ આપણા બધા માટે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસનો દિવસ છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસનું ખાસ મહત્વ છે કારણ કે આ વર્ષે આપણે બધા આઝાદીની 75મી વર્ષગાંઠ તરીકે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. 

તેમણે કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે હાલ મહામારીની તીવ્રતામાં ઘટાડો થયો છે પરંતુ કોરોના વાયરસનો પ્રભાવ સમાપ્ત નથી થયો. આપણા ડૉક્ટરો, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ, પ્રશાસકો અને અન્ય કોરોના યોદ્ધાઓના પ્રયાસના કારણે કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવાઈ રહ્યો છે. તેમણે કહ્યું આપણા વૈજ્ઞાનિકોએ ખૂબ જ ઓછા સમયમાં કોરોનાની રસી બનાવી. 

રાષ્ટ્રપતિએ કહ્યું હું તમામ દેશવાસીઓને અપિલ કરુ છુ કે તેઓ પ્રોટોકોલ અનુરુપ જલ્દી વેક્સિન લે અને બીજા લોકોને પણ પ્રેરિત કરે. હાલના સમયમાં વેક્સિન આપણા બધા માટે સર્વોત્તમ સુરક્ષા કવચ છે. 

કૃષિ ક્ષેત્ર પર શું બોલ્યા ?

આ સાથે જ તેમણે કહ્યું કે મને એ વાતની ખુશી છે કે તમામ  અવરોધો હોવા છતાં, ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને કૃષિમાં વિકાસ ચાલુ રહ્યો છે. કૃષિ માર્કેટિંગમાં કરવામાં આવેલા ઘણા સુધારાઓ સાથે, આપણા અન્નદાતા ખેડૂતો વધુ સશક્ત બનશે અને તેમને તેમના ઉત્પાદનો માટે વધુ સારી કિંમત મળશે.

જમ્મુ કાશ્મીરના યુવાઓને શું કહ્યું ? 

રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું, “હું જમ્મુ -કાશ્મીરના રહેવાસીઓ, ખાસ કરીને યુવાનોને આ તકનો લાભ લેવા અને લોકશાહી સંસ્થાઓ દ્વારા તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માટે સક્રિય થવા વિનંતી કરું છું. હવે જમ્મુ -કાશ્મીરમાં એક નવું જાગરણ દેખાય છે. સરકારે લોકશાહી અને કાયદાના શાસનમાં વિશ્વાસ ધરાવતા તમામ હિસ્સેદારો સાથે પરામર્શની પ્રક્રિયા શરૂ કરી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું, “સ્વતંત્રતા સેનાનિઓના સંઘર્ષથી આપણી આઝાદીનું સપનુ સાકાર થયું છે. તે બધાના ત્યાગ અને બલિદાનના અલગ ઉદાહરણ પ્રસ્તુત કર્યા છે. હું એ તમામ અમર સેનાનીઓની પાવન સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક નમન કરુ છું.”

ઓલિમ્પિક રમતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, હાલમાં જ આપણા ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી દેશનો ગૌરવ વધાર્યું છે.  હું દરેક માતાપિતાને વિનંતી કરું છું કે તેઓ આશાસ્પદ પુત્રીઓના પરિવારો પાસેથી શિક્ષણ લે અને તેમની પુત્રીઓને વિકાસની તકો પૂરી પાડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
ગુજરાતમાં 105 IPS અધિકારીઓની મોટાપાયે બદલી: ફીડબેક અને રિપોર્ટ કાર્ડના આધારે લેવાયો નિર્ણય
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
4 વરસાદી સિસ્ટમ એક સાથે ગુજરાતમાં મચાવશે તબાહી: અંબાલાલ પટેલ-પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થતાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં તબાહી મચાવશે
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
ગુજરાતમાં AAPનો મોટો રાજકીય દાવ: તમામ નગરપાલિકા-પંચાયત બેઠકોની ચૂંટણીને લઈ કરી મોટી જાહેરાત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Airtel Down: સમગ્ર દેશમાં એરટેલની સેવાઓ ડાઉન! કોલ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત
Embed widget