શોધખોળ કરો

યુદ્ધના ભણકારા: ભારત કાલે કરશે પાકિસ્તાન બોર્ડર નજીક હવાઈ યુદ્ધાભ્યાસ, સરકારે NOTAM જારી કર્યું  

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. યુદ્ધના ભય વચ્ચે, ભારતીય વાયુસેના ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટા પાયે હવાઈ હુમલાઓનો અભ્યાસ કરશે.  

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. યુદ્ધના ભય વચ્ચે, ભારતીય વાયુસેના ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં મોટા પાયે હવાઈ હુમલાઓનો અભ્યાસ કરશે.  બુધવારે અને ગુરુવારે હવાઈ એર અભ્યાસ યોજવાની જાહેરાત કરી છે.

બુધવારે રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે

માહિતી અનુસાર, ભારતે ભારત-પાકિસ્તાન સરહદના દક્ષિણ ભાગમાં 7 અને 8 મેના રોજ યોજાનારી મોટા પાયે હવાઈ અભ્યાસ માટે  NOTAM એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ જાહેર કર્યું છે. આ  યુદ્ધાભ્યાસ ભારતના નિયમિત કવાયતોનો એક ભાગ છે, જેમાં ભારતીય વાયુસેના (IAF) રાજસ્થાનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધાભ્યાસ કરશે. NOTAM મુજબ, આ હવાઈ કાર્યવાહી 7 મેના રોજ રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે અને 8 મેના રોજ સવારે 3:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈપણ વિમાન કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.

રાફેલ, સુખોઈ અને મિરાજ જેવા ઘણા ફાઇટર જેટ યુદ્ધાભ્યાસ કરશે

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે વાયુસેના 7 મેથી રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદે રણ પ્રદેશ અને નજીકના વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ હાથ ધરશે જેમાં રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ-30 સહિત તમામ ફ્રન્ટલાઈન ફાઇટર જેટનો સમાવેશ થશે. તાજેતરની સરહદ પારની ઘટનાઓને પગલે આ પ્રદેશમાં તણાવ વધી ગયો હોવાથી આ કવાયતનો સમય અને સ્થાન મહત્વપૂર્ણ છે. 

પાકિસ્તાન માટે ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ

તાજેતરમાં, ભારતે વધતા તણાવ વચ્ચે તમામ પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું. આ પ્રતિબંધ 23 મે, 2025 સુધી અમલમાં રહેશે. તેવી જ રીતે, પાકિસ્તાને ઇસ્લામાબાદ અને લાહોર પર કામચલાઉ નો-ફ્લાય ઝોન જાહેર કર્યો છે. તેને ભારત દ્વારા સંભવિત હવાઈ હુમલાનો ડર છે.

નિયંત્રણ રેખા પર તણાવ વધ્યો

જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પરિસ્થિતિ તણાવપૂર્ણ રહે છે, ભારતે પાકિસ્તાની સૈનિકો દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે વળતો કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાન છેલ્લા ઘણા દિવસોથી નૌશેરા, સુંદરબની અને બારામુલ્લા જેવા વિસ્તારોમાં ગોળીબાર કરી રહ્યું છે. 

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget