શોધખોળ કરો
Advertisement
ભારતે બનાવી 100 ડિગ્રી તાપમાનમાં પણ ખરાબ ન થાય તેવી કોરોનાની રસી, હ્યુમન ટ્રાયલની તૈયારી શરૂ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ નવી વેક્સીન ખાસ કરીને મધ્યમ વર્ગવાળા દેશમાં પણ અસરકારક સાબિત થશે.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ એવી કોવિડ-19 વેક્સીન તૈયાર કરી છે જેના પર ગરમીની કોઈ અસર જોવા નથી મળતી. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ હીટ-ટોલરન્ટ છે અને 100 ડિગ્રી સેન્ટીગ્રેટ સુધી તાપમાન વધે તો પણ તેની કોઈ જ અસર વેક્સીન પર નથી પડતી. તેને 37 ડિગ્રી સેન્ટીગ્રેટ તાપમાનમાં પણ એક મહિના સુધી રાખી શકાય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ નવી વેક્સીન ખાસ કરીને મધ્યમ વર્ગવાળા દેશમાં પણ અસરકારક સાબિત થશે જ્યાં સામાન્ય રીતે વેક્સીન રાખવા માટે મોંઘા કુલિંગ ઈક્વિપમેન્ટ મોટા પડકાર સમાન છે. તેથી તેને રિમોન્ટ એરિયામાં પણ પહોંચાડી શકાશે.
બાયોલોજિકલ કેમેસ્ટ્રી જર્નલમાં પબ્લિશ રિસર્ચ મુજબ, આ વેક્સીનને તૈયાર કરવા માટે કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીનના એક ભાગનો ઉપયોગ કરાયો છે. જ્યારે તેનું ટ્રાયલ કરવામાં આવ્યું તો ઈમ્યુન રિસ્પોન્સ ઘણો જ સારો રહ્યો. હવે વેક્સીનની સેફ્ટી અને સાઈડ ઈફેક્ટને સમજવા માટે તેનું ટ્રાયલ મનુષ્યો પર કરવામાં આવશે. લોકો પર ટ્રાયલ કરવા માટે વેક્સીનનો પહેલો જથ્થો તૈયારીના ફેઝમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement