Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22270 કેસ નોંધાયા, 325 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2 લાખ 53 હજાર 739 થઈ ગઈ છે
Coronavirus Cases Today in India:દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22 હજાર 270 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે. ગઈકાલે 25 હજાર 920 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે કેસમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા દિવસે 66 હજાર 298 લોકો સાજા થયા છે.
India reports 22,270 fresh COVID cases (14% lower than yesterday), 60298 recoveries, and 325 deaths in the last 24 hours
Active case: 2,53,739
Daily positivity rate: 1.8%
Total recoveries: 4,20,37,536
Death toll: 5,11,230
Total vaccination: 175.03 crore doses pic.twitter.com/MXoCA4rgPK— ANI (@ANI) February 19, 2022
એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 53 હજાર 739 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2 લાખ 53 હજાર 739 થઈ ગઈ છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 11 હજાર 230 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 20 લાખ 37 હજાર 536 લોકો ડિસ્ચાર્જ થયા છે.
શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 607 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીના કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 18,54,774 થઈ ગઈ છે. આ સિવાય ચાર દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 26,095 પર પહોંચી ગયો છે. રાજધાનીના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 36 લાખ 28 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 175 કરોડ 3 લાખ 86 હજાર 834 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 1.82 કરોડ (1,87,00,141) થી વધુ ડોઝ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવ્યા છે.