ભારતમાં કોરોનાથી સૌથી પહેલા સંક્રમિત થયેલી યુવતીને ફરીથી લાગ્યો ચેપ
એક મહિલા ડોક્ટર, જે ભારતની પ્રથમ કોરોના સંક્રમિત દર્દી હતી, તેને ફરીથી સંક્રમમણ લાગ્યું છે. આ યુવતી ચાઇનાના વુહાનમાં તબીબી વિદ્યાર્થી હતી, તે સેમેસ્ટર પૂર્ણ થતા ભારત પરત આવી હતી.
નવી દિલ્લીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર શાંત પડી રહી છે, ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, દેશમાં જે પ્રથમ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તે કેરળની યુવતીને ફરી એક વખત કોરોના થયો છે.
કેરળના થ્રિસુરમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, એક મહિલા ડોક્ટર, જે ભારતની પ્રથમ કોરોના સંક્રમિત દર્દી હતી, તેને ફરીથી સંક્રમમણ લાગ્યું છે. આ યુવતી ચાઇનાના વુહાનમાં તબીબી વિદ્યાર્થી હતી, તે સેમેસ્ટર પૂર્ણ થતા ભારત પરત આવી હતી.
ભારત આવ્યા પછી ગત 30 જાન્યુઆરી 2020માં તેનો કોરોના રિપોર્ટ પોંઝોટિવ આવ્યો હતો. આ સમયે તેને થ્રિસુરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લગભગ 3 સપ્તાહ સુધી સારવાર આપ્યા બાદ તેના બે ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. તેમજ આ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી 20 ફેબ્રુઆરીએ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે,. જોકે, કેરળના થ્રિસુરની રહેવાસી યુવતીનો ચાર દિવસ પહેલા ફરીથી COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં હોમ ક્વોરેન્ટાઈન છે.
યુવતીનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, તેને કોરોનાના કોઈ લક્ષણ નથી. યુવતી શિક્ષણ સંબંધીત કામથી દિલ્હી જવાનું હોવાથી તેના સેમ્પલ લેવાયો હતો. જેમાં આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતી અત્યારે ઘરે છે અને તેની તબિયત સારી છે.
ગુજરાતના 3 જિલ્લા બન્યા સંપુર્ણ કોરોનામુક્ત, આજિલ્લામાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નહીં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. ત્યારે લોકો માટે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વધુ એક જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. જેથી હવે રાજ્યમાં કોરોનામુક્ત જિલ્લાની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. આ ત્રણેય જિલ્લામાં હવે કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી સૌથી પહેલા ડાંગ અને પછી પાટણ જિલ્લો કોરોનામુક્ત બન્યા હતા. હવે નર્મદા જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આ સિવાય ગુજરાતમાં એવા 13 જિલ્લા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 10થી ઓછા છે. તાપી જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 4, પંચમહાલમાં 3, સાબરકાંઠામાં 5, ખેડામાં 3, જૂનાગઢમાં 5, મોરબીમાં 5, પોરબંદરમાં 7, દાહોદમાં 4, છોટાઉદેપુરમાં 4, બોટાદમાં 2, આણંદમાં 7 અને અમરેલીમાં 6 એક્ટિવ કેસો છે.