શોધખોળ કરો
Advertisement
વૈજ્ઞાનિકોની ચેતવણીઃ ભારતમાં જુલાઈ સુધીમાં કોરોનાના 10 લાખ કેસ હશે
સૌથી પહેલા મુંબઇમાં પીક આવશે, બાદમાં દિલ્હી અને ધીરે ધીરે અન્ય શહેરોમાં આવી શકે છે. તેનો મતલબ એ થયો કે દેશમાં કોરોનાના કેસો આગામી મહિનામાં ઘટશે નહીં પણ વધી શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે ૩૧મી જુલાઇ સુધીમાં એટલે કે દોઢ મહિના પછી દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચી શકે છે અને દિલ્હીમાં આ આંકડો અન્ય રાજ્યો કરતા સૌથી વધુ ૫.૫ લાખને પાર શકે છે.
વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે ભારતમાં જુલાઇના અંત સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા આઠથી ૧૦ લાખ સુધી પહોંચી શકે છે. જ્યારે એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે પુરા દેશની સ્થિતિ જોતા જણાઇ રહ્યું છે કે હાલ દિલ્હી, મુંબઇ, ઇંદોર અને અમદાવાદમાં જ કોરોનાના સૌથી વધુ કેસો છે. હાલ પુરા દેશમાં કોમ્યૂનિટી ટ્રાંસમિશન નથી પણ દિલ્હી અને મુંબઇમાં કોમ્યૂનિટી ટ્રાંસમિશનની શંકા છે જેને કારણે જ આ શહેરોમાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે હાલ લોકડાઉન ખુલીરહ્યું છે અને કેસો પણ વધી રહ્યા છે. સૌથી પહેલા મુંબઇમાં પીક આવશે, બાદમાં દિલ્હી અને ધીરે ધીરે અન્ય શહેરોમાં આવી શકે છે. તેનો મતલબ એ થયો કે દેશમાં કોરોનાના કેસો આગામી મહિનામાં ઘટશે નહીં પણ વધી શકે છે.
શિવ નાદર યુનિ.ના સ્કૂલ ઓફ નેચરલ સાઇન્સના પ્રોફેસર અને રીસર્ચર સ્મિતા ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે જુલાઇના અંત સુધીમાં ભારતમાં કોરોનાના કેસોનો આંકડો ૮થી ૧૦ લાખને પાર પહોંચી શકે છે અને તેથી સ્વાભાવીક છે કે દિલ્હીમાં પણ કેસો વધશે, દિલ્હીમાં જુલાઇના અંત સુધીમાં પાંચ લાખથી વધુ કેસો હશે. વૈજ્ઞાાનિકો અને એઇમ્સના ડાયરેક્ટરને શંકા છેકે દેશમાં કેટલાક શહેરોમાં કોમ્યૂનિટી ટ્રાંસમિશન શરૂ થઇ ગયું હોઇ શકે છે. જોકે સરકાર દ્વારા આ અંગે કોઇ જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement