મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત
શિવપુરીમાં રૂટીન ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન દુર્ઘટના, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ.

IAF Mirage 2000 crash: મધ્યપ્રદેશના શિવપુરીમાં ભારતીય વાયુસેનાનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં ફાઈટર પ્લેનના બંને પાઈલટ ઘાયલ થયા છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાયુસેનાનું મિરાજ 2000 ફાઇટર પ્લેન ગુરુવારે બપોરે 2.20 વાગ્યે ક્રેશ થયું હતું. શિવપુરીના કરૈરા તહસીલના સુનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સંરક્ષણ અધિકારીઓએ માહિતી આપી છે કે પ્લેન જ્યારે રૂટિન ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું ત્યારે ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવી રહ્યો છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બહેરેટા સાની ગામ પાસે એરફોર્સનું ફાઈટર પ્લેન મિરાજ-2000 ક્રેશ થયું હતું. ઘટના બાદ ઘાયલ પાયલોટની એક તસવીર પણ સામે આવી છે, જેમાં તે મોબાઈલ પર કોઈની સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ તેમની સંભાળ લીધી હતી.
A twin-seater Mirage 2000 fighter aircraft today crashed near Shivpuri in Madhya Pradesh while it was on a routine training sortie. A Court of Inquiry is being ordered to ascertain the cause of the crash. More details are awaited: Defence officials pic.twitter.com/I1mMYpN6gj
— ANI (@ANI) February 6, 2025
VIDEO | IAF's Mirage 2000 fighter aircraft crashed in Madhya Pradesh's Shivpuri earlier today. Details awaited.
— Press Trust of India (@PTI_News) February 6, 2025
(Source: Third Party) pic.twitter.com/bPBzTVSI8e
કરૈરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનોદ છવાઈએ જણાવ્યું કે વિમાનમાં બે પાઈલટ હતા. દુર્ઘટના પહેલા બંને પાયલોટે પોતાની જાતને બહાર કાઢી હતી. બંને સુરક્ષિત છે. ઘટનાની જાણકારી મળતા જ એરફોર્સની ટીમ હેલિકોપ્ટર દ્વારા ઘટનાસ્થળે પહોંચી અને બંને પાયલટ સાથે ગ્વાલિયર જવા રવાના થઈ ગઈ હતી અને વિમાન ક્યાં ઉડ્યું હતું અને તે ક્યાં જઈ રહ્યું હતું તેની માહિતી હજુ સુધી મળી નથી. તેમજ અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી.
શિવપુરી જિલ્લાના બહેરેટા સાની ગામ નજીક એક ખેતરમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. ધુમાડો દેખાતા જ ગામના લોકો સ્થળ તરફ દોડવા લાગ્યા હતા. થોડી જ વારમાં ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. ગામલોકોએ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાઇલોટને મદદ કરી હતી.
આ પણ વાંચો...
વધુ એક રાજ્ય કોંગ્રેસના હાથમાંથી જશે! 12 ધારાસભ્યોની સિક્રેટ બેઠક મળતા મુખ્યમંત્રી દોડતા થયા...