શોધખોળ કરો
Advertisement
ભૂટાન નજીક ભારતીય વાયુસેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટના મોત
ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે જણાવ્યું હતું કે ભૂટાનના યોંગફુલ્લા નજીક બપોરે 1 વાગ્યે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
નવીદિલ્હી: ભારતીય વાયુસેનાનું ચિત્તા હેલિકોપ્ટર ભુટાનમાં ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં સવાર 2 પાયલોટના મોત થયા છે. સૂત્રોની જાણકારી અનુસાર આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા પાઇલોટ એક કર્નલ રેન્કના અધિકારી પણ સામેલ હતા. શુક્રવારે બપોરે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પૂર્વી ભૂટાનના યુન્ફુલા ડોમેસ્ટિક એરપોર્ટ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે જણાવ્યું હતું કે ભૂટાનના યોંગફુલ્લા નજીક બપોરે 1 વાગ્યે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરે બપોરે 1 વાગ્યા બાદ રેડિયો અને વિઝ્યુઅલ સંપર્ક ગુમાવ્યો હતો. ભારતીય સૈન્યના એક સૂત્રએ જણાવ્યું કે મૃતક પાઇલટ્સમાં રોયલ ભૂટાન આર્મીનો કેપ્ટન અને આર્મી એવિએશન કોર્પ્સના લેફ્ટનન્ટ કર્નલનો સમાવેશ થાય છે.Bhutan: An Indian Army Cheetah helicopter crashed in Bhutan today, both pilots lost their lives. It was enroute from Khirmu(Arunanchal) to Yongfulla(Bhutan) on duty. The 2 pilots were-an Indian Army pilot of Lieutenant colonel rank&a Bhutanese Army pilot training with Indian Army pic.twitter.com/gxl6W7WzqQ
— ANI (@ANI) September 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement