(Source: ECI/ABP News/ABP Majha)
પૈંગોંગ તળાવમાં પેટ્રૉલિંગ કરવા માટે ભારતીય સેનાને સ્પેશ્યલ બૉટ મળવાના શરૂ, લદ્દાખમાં ભારતની સ્થિતિ થશે વધુ મજબૂત
એલએસી પર ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતીય સેનાને પૈંગોંગ-ત્સો લેકમાં પેટ્રૉલિંગ કરવા માટે નવી બૉટ મળવાના શરૂ થઇ ગયા છે. જાણકારી અનુસાર, આ પેટ્રૉલિંગ બૉટ્સ સેના અને આઇટીબીપી દ્વારા વાપરવામાં આવી રહેલી બૉટ્સ અને સ્ટીમર્સથી ખુબ મોટી છે.
લદ્દાખઃ એલએસી પર ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતીય સેનાને પૈંગોંગ-ત્સો લેકમાં પેટ્રૉલિંગ કરવા માટે નવી બૉટ મળવાના શરૂ થઇ ગયા છે. જાણકારી અનુસાર, આ પેટ્રૉલિંગ બૉટ્સ સેના અને આઇટીબીપી દ્વારા વાપરવામાં આવી રહેલી બૉટ્સ અને સ્ટીમર્સથી ખુબ મોટી છે.
ખરેખરમાં, ગયા વર્ષે ડિસેમ્બરમાં એલએસી પર ચીન સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે ભારતે પૈંગોંગ-ત્સો લેકમાં પેટ્રૉલિંગ માટે 29 નવી બૉટ્સનો ઓર્ડર આપ્યો હતો. આ નવી બૉટ્સને ભારતના જ બે મોટા શિપયાર્ડમાં તૈયાર કરવામાં આવવવાની હતી. 12 બૉટ્સનો ઓર્ડર ગોવા શિપયાર્ડ લિમીટેડને આપવામાં આવ્યો હતો, અને 17 બૉટનો ઓર્ડર એક પ્રાઇવેટ શિપયાર્ડ લિમીટેડનો આપ્યો હતો. ગોવા શિપયાર્ડમાં તૈયાર થઇ રહેલી ફાસ્ટ પેટ્રૉલિંગ બૉટ્સ મશીન-ગન અને સર્વેલિયન્સ-ગિયર વાળી છે. જેને પેટ્રૉલિંગ અને નજરા રાખવા માટે ખાસ વાપરવામાં આવી છે.
જ્યારે પ્રાઇવેટ શિપયાર્ડ જે 35 ફૂટ લાંબી બૉટ્સ બનાવી રહ્યુ છે, તેનો ઉપયોગ સૈનિકોની ફાસ્ટ મૂવમેન્ટ એટલે કે અવરજવર માટે કરવામા આવવાની છે. આ બૉટ્સમાં લગભગ દોઢ ડઝન સૈનિક સવાર થઇ શકે છે. હવે રિપોર્ટ છે કે આ નવી બૉટ્સની ડિલિવરી શરૂ થઇ ગઇ છે. આગામી થોડાક મહિનાઓમાં તમામ 29 બૉટ્સ ભારતીય સેનાનો મળી જશે.
કેમ જરૂર પડી આ સ્પેશ્યલ બૉટ્સની?
પૈંગોંગ-ત્સો લેકમાં પેટ્રૉલિંગ માટે હાલ જે બૉટ્સ ભારતીય સેના અને આઇટીબીપી વાપરી રહી છે, તે એકદમ નાની (સ્ટીમર) છે. ઘણીવાર જોવા મળ્યુ છે કે તળાવામાં ચીનની જે મોટી બૉટ્સ છે જે ભારતીય બૉટ્સને ટક્કર મારી દે છે. કેટલાક વર્ષો પહેલા એક ટક્કરમાં ભારતીય બૉટ પલટી ખાઇ ગઇ હતી.
ગયા વર્ષે મ મહિનામાં પૂર્વ લદ્દાખ નજીક આવેલી એલએસી બોર્ડર પર ઘર્ષણ થયુ હતુ, ત્યારે માનવામાં આવી રહ્યુ હતુ કે પૈંગોંગ-ત્સો લેકમાં પણ બન્ને દેશોની સેનાઓ વચ્ચે ઘર્ષણ થઇ શકે છે. કેમકે ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટરની લાંબી એલએસી પૈંગોંગ-ત્સો લેકની વચ્ચે થઇને નીકળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને નેવીની એક એક્સપર્ટ ટીમે પૈંગોંગ-ત્સો લેકની મુલાકાત લીધી હતી. નૌસેનાએ પૈંગોંગ-ત્સો લેક અને પેટ્રૉલિંગને લઇને પોતાનો મત પણ રજૂ કર્યો હતો. કેમકે નૌસેનાની ફાસ્ટ પેટ્રૉલિંગ બૉટ્સ સમુદ્રમાં સમુદ્રી લુટેરો અને અવાંછિત તત્વો વિરુદ્ધ પેટ્રૉલિંગ કરે છે. ભારતીય નૌસેના અને કૉસ્ટગાર્ડની પાસે ફાસ્ટ પેટ્રૉલિંગ બૉટ્સનો એક મોટો જથ્થો છે.