શોધખોળ કરો
Advertisement
LOC પર ભારતીય સેનાની મોટી કાર્યવાહી, 5 પાકિસ્તાની સૈનિકોને ઠાર મારી 3 બંકરો ઉડાડ્યા
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ રાજૌરી અને પુંછમાં સોમવારે મોટી કાર્યવાહી કરતાં પાંચ પાકિસ્તાની રેન્જર્સને ઠાર માર્યા અને ત્રણ પાકિસ્તાની બંકરને પણ ધ્વસ્ત કરી દીધા છે. આ દરમિયાન ફાયરિંગમાં 20 પાકિસ્તાની નાગરિકોના ઘાયલ થવાના પણ રિપોર્ટ છે. સુત્રોએ જણાવ્યું કે, સુંદરબનીમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના બટ્ટલ વિસ્તારમાં દેવા ગામમાં સૌથી વધુ નુકશાન થયું છે, ત્યાં પાકિસ્તાનના ચાર સૈનિક માર્યા ગયા અને દસથી વધુ સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પાકિસ્તાને સતત ત્રણ દિવસ (શનિવાર, રવિવાર, સોમવાર) સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ, ત્યારબાદ ભારતીય સેનાએ સોમવારે જવાબી કાર્યવાહી કરી હતી.
જમ્મુ-કાશ્મીરનવા પુંછ જિલ્લામાં રવિવાર અને સોમવારે પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું, તેમાં પહેલા બન્ને સેનાઓની વચ્ચે શનિવારે પુંછ જિલ્લાામાં કેર્ની સેક્ટરમાં ભારે ફાયરિંગ થઇ હતીં. ત્યારબાદ સોમવારે જવાબી કાર્યવાહી કરી. ભારતીય સેનાએ સોમવારે રાજૌરી અને પુંછ સેક્ટરમાં મોટી કાર્યવાહી કરતાં પાંચ પાકિસ્તાની રેન્જર્સને ઠાર માર્યા અને ત્રણ પાકિસ્તાની બંકરને ધ્વસ્ત કરી દીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement