શોધખોળ કરો
Advertisement
બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સેના પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા પણ તૈયાર હતી, જાણો વિગતે
બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સેના પ્રમુખ બિપિન રાવતે સ્પષ્ટ રીતે સરકારને જણાવી દીધું હતું કે, સેના પાકિસ્તાન સાથે કોઈ પણ જમીન હુમલાનો સામનો કરવા અને યુદ્ધને દુશ્મનની જમીન પર લઈ જઈ લડવા માટે પૂરી રીતે તૈયાર છે.
નવી દિલ્હીઃ બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેના પાકિસ્તાની સાથે કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર હતી. એટલું જ નહીં યુદ્ધને પાકિસ્તાનની જમીન પર પણ લડવા તૈયાર હતી. સેના સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સેના પ્રમુખ બિપિન રાવતે સ્પષ્ટ રીતે સરકારને જણાવી દીધું હતું કે, સેના પાકિસ્તાન સાથે કોઈ પણ જમીન હુમલાનો સામનો કરવા અને યુદ્ધને દુશ્મનની જમીન પર લઈ જઈ લડવા માટે પૂરી રીતે તૈયાર છે.
સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ભારતીય સેના પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી અને તેમાં પાકિસ્તાનની સીમામાં જવાનું પણ સામેલ હતું. પુલવામા આતંકી હુમલા બાદ સરકાર જ્યારે હવાઈ હુમલો કરવા સહિત વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી ત્યારે સેના પ્રમુખે સરકારને તેમના દળની તૈયારીઓ અંગે જણાવ્યું હતું.
આર્મી ચીફે સેનાના રિટાયર્ડ થનારા ઓફિસરને એક બંધ રૂમમાં કહ્યું કે, બાલાકોટ સ્ટ્રાઇક બાદ સેના પાકિસ્તાનની સાથે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર હતી. જનરલ બિપિન રાવતના નિવેદન પર સ્પષ્ટતા આપતા એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, આર્મી ચીફના નિવેદનનો મતબલ હતો કે ભારતીય સેના યુદ્ધને પાકિસ્તાનમાં જઈને પણ લડવા પૂરી રીતે તૈયાર હતી.Indian Army Chief General Bipin Rawat (in file pic) during interaction with retiring officers in Delhi today: Indian Army was ready for any eventuality on ground after the Balakot operations. pic.twitter.com/1lJMZFUOyt
— ANI (@ANI) August 19, 2019
સૂત્રોના જણાવ્યા મુજબ ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ આશરે 11 હજાર કરોડ રૂપિયાના હથિયાર ખરીદવાની મંજૂરી આપી હતી અને તેનો આશરે 95 ટકા હિસ્સો ખરીદી પણ લેવામાં આવ્યો છે. જરૂરી હથિયારોની ખરીદી માટે 7 હજાર કરોડના ખર્ચે 33 કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ ચુક્યા છે, જ્યારે આશરે 9 હજાર કરોડ રૂપિયાની એક વધારાની ખરીદી એડવાન્સ સ્ટેજ પર છે. ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાના જવાબમાં બાલાકોટમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પનો સફાયો કર્યો હતો. જે બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી તરીકે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી હતી પરંતુ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની આ હરકતને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારે વાહન ચલાવનારા ચાલકોએ આપવો પડશે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ, જાણો ગુજરાતમાં કેટલા ટ્રેક બનાવાશે આર્થિક મંદીને લઈ RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું...... અનુષ્કા શર્માએ બિકિનીમાં શેર કરી તસવીર, કોહલીએ કરી આવી કોમેન્ટ, જાણો વિગતIndian Army Chief General Bipin Rawat on being asked about his response to the government on Balakot operations: Army was ready for any ground escalation by Pakistan after the Balakot operations.
— ANI (@ANI) August 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement