શોધખોળ કરો
અરબ સાગરમાં ડૂબી રહેલા જહાજ પરથી ભારતીય કોસ્ટ ગાર્ડ્સે 13 નાવિકોનું કર્યું રેસ્ક્યૂ
આ જહાજ પાકિસ્તાનના સર્ચ અને રેસ્ક્યૂ રીજનથી 90 નોટિકલ માઈલ અંદર હતું. ભારતીય કૉસ્ટ ગાર્ડેની સાથે સાથે પાકિસ્તાની કોસ્ટ ગાર્ડે પણ કંટ્રોલ રૂમથી આ રેસ્ક્યૂમાં મદદ કરી હતી.
મુંબઈ: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે પોતાની તત્પરતા અને સાહસનું એક વાર ફરી પરિચય આપતા 13 ક્રૂ મેમ્બરના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય કૉસ્ટ ગાર્ડેની સાથે સાથે પાકિસ્તાની કોસ્ટ ગાર્ડે પણ કંટ્રોલ રૂમથી આ રેસ્ક્યૂમાં મદદ કરી હતી.
ભારતીય કોસ્ટ ગાર્ડને મુંબઈ સેન્ટરને ગુરુવારે સવારે 8 વાગ્યે સૂચના મળી હતી હતી તે ઓખાથી 210 નૉટિકલ માઈલના અંતરે એક ટેન્કર જહાજ અરબ સાગરમાં ડૂબી રહ્યું છે. તે જહાજ પર 13 ભારતીય ક્રૂ મેમ્બર સવાર હતા. કોસ્ટ ગાર્ડને જાણકારી મળી હતી કે મર્ચેન્ટ ટેન્કર MT રિમ 5 ઈરાનના બસરા પોર્ટથી સુરતના હજીરા પોર્ટ માટે આવી રહ્યું હતું. તે દરમિયાન જહાજના એન્જીનમાં પાણી ભરાઈ ગયું હતું અને જહાજ ડૂબલા લાગ્યું હતું. જહાજ પાકિસ્તાનની દરિયાઈ સીમામાં હતા.
એવામાં ભારતીય કોસ્ટ ગાર્ડે પાડોશી દેશના કરાચી કંટ્રોલ રૂમ અને ડૂબતા જહાજના કેપ્ટન સાથે વાતચીત કરી હતી. આ જહાજ પાકિસ્તાનના સર્ચ અને રેસ્ક્યૂ રીજનથી 90 નોટિકલ માઈલ અંદર હતું, તેથી કરાચી કંટ્રોલ રૂમમાં જણાવવું જરૂરી હતી. જાણકારી મળ્યા બાદ કરાચી કંટ્રોલ રૂમ એલર્ટ થઈ ગયું હતું અને ટેકનીકલી મદદમાં ભારતને મદદ કરી હતી.
મર્ચેન્ટ વેસલ ગંગાએ કોસ્ટ ગાર્ડના નિર્દેશ બાદ 11 વાગ્યે 40 મિનિટે તમામ 13 ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા. ભારત કે પાકિસ્તાનના કોસ્ટ ગાર્ડ પહોંચે તે પહેલા મર્ચેન્ટ વેસલ ગંગાએ ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement