(Source: ECI/ABP News/ABP Majha)
હવે છોકરીઓ માટે ખુલશે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા, સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?
18 ઓગસ્ટે કોર્ટે આદેશ આપ્યો હતો કે, આ વર્ષે યોજાનારી એનજીએની પ્રવેશ પરીક્ષામાં યુવતીઓને પણ મોકો આપવામાં આવે. કોર્ટે કહ્યું કે, પ્રવેશ પણ અંતિમ નિર્ણય પછી લેવાશે.
નવી દિલ્લીઃ હવે મહિલાઓને પણ રાષ્ટ્રીય રક્ષા એકેડમી એટલે કે એનડીએમાં સામેલ થઈ શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ હતું કે, તેમણે મહિલાને એનડીએ દ્વારા સેનામાં સ્થાઇ કમિશન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે આ અંગે ખુશી વ્યક્ત કરતાં સરકારને આ અંગે સોગંદનામું કરવા માટે કહ્યું હતું.
અત્યાર સુધી એનડીએના દરવાજા મહિલાઓ માટે બંધ હતા. જ્યાં ફક્ત યુવકોને પ્રવેશ મળતો હતો. આને ભેદભાવ જણાવતાં સુપ્રીમ કોર્ટે એક અરજી દાખલ કરી હતી. 18 ઓગસ્ટે કોર્ટે આદેશ આપ્યો હતો કે, આ વર્ષે યોજાનારી એનજીએની પ્રવેશ પરીક્ષામાં યુવતીઓને પણ મોકો આપવામાં આવે. કોર્ટે કહ્યું કે, પ્રવેશ પણ અંતિમ નિર્ણય પછી લેવાશે.
આ અંગે સુનાવણી થતાં જ એડિશનલ સોલિસિટર જનરલ ઐશેવર્યા ભાટીએ કહ્યું કે, હું એક સારા સમાચાર આપવા માગું છું. સરકારે કાલે જ નિર્ણય લીધો છે કે, યુવતીઓને એનડીએ અને નેવલ એકેડમીમાં પ્રવેશ મળશે. પરંતુ અમે વિનંતી કરવા માંગઈએ છીએ કે, આ વર્ષની પરીક્ષાને લઈને યથાસ્થિતિ બનાવી રાખવામાં આવે. આ પરીક્ષા જૂનમાં થવાની હતી. જોકે, તેને કોરોનાને લઈને સ્થગિત કરી દેવાઈ હતી. પરીક્ષામાં આ વર્ષ ફેરફારથી ઘણી સમસ્યાઓ આવશે.
બે જજોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ સંજય કિશન કૌલે સરકારના નિર્ણયને આવકારતાં કહ્યું કે, અમને ખુશી છે કે, સેનાઓ પોતે જ આ દિશામાં પહેલ કરી છે. સેનાનું સન્માન છે, પરંતુ તેને જાતિય સમાનતાને લઈને ઘણું કરવાની જરૂરી છે. મહિલાઓ જે ભૂમિકા અદા કરી રહી છે, તેના મહત્વને સમજવું જોઇએ. જો આ નિર્ણય પહેલા લેવાયો હોત તો અમારે કોઈ આદેશ આપવાની જરૂર પડેત નહીં. કોર્ટે સરકારને આ મુદ્દે સોગંદનામું કરવા જણાવ્યું છે. કોર્ટે આ વર્ષની પરીક્ષામાં કોઈ બદલાવ ન કરવાના વિચાર અંગે સંકેત આપતાં કહ્યું કે, તમે 20 સપ્ટેમ્બર સુધીમાં સોંગદનામું દાખલ કરો. તમે અરજીમાં ઉઠાવાયેલા મુદ્દેને લઈને શું કરી રહ્યા છો. અમે 22 સપ્ટેમ્બરે વધુ સુનાવણી કરીશું. ત્યાં સુધી તમારી વિનંતી પર વિચાર કરાશે.