Indian Railway: શું વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો રિઝર્વ કોચમાં કરી શકે છે મુસાફરી? રેલવે મંત્રીએ કરી સ્પષ્ટતા
Indian Railway: તહેવારો અને રજાઓ દરમિયાન રેલવે વિશેષ ટ્રેનો પણ ચલાવે છે
Indian Railway: સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરો ટ્રેનોના રિઝર્વ કોચમાં મુસાફરી કરી શકતા નથી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, "રિઝર્વ કોચમાં મુસાફરી કરતા અથવા અનધિકૃત રીતે રિઝર્વ કોચમાં મુસાફરી કરતા વેઇટિંગ લિસ્ટના મુસાફરોની વિગતો જાળવવામાં આવતી નથી."
વેઇટિંગ લિસ્ટનું નિયમિતપણે નિરીક્ષણ
રેલવે મંત્રીએ કહ્યું કે, તમામ ટ્રેનોની વેઇટિંગ લિસ્ટની સ્થિતિનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે. તહેવારો અને રજાઓ દરમિયાન રેલવે વિશેષ ટ્રેનો પણ ચલાવે છે. રેલવે મંત્રીએ કહ્યું કે વધુ અદ્યતન એલએચબી કોચમાં મેન્યુઅલ કપલિંગ નથી. આ કોચમાં સેન્ટર બફર કપ્લર્સ લગાવવામાં આવ્યા છે.
તાજેતરમાં ઈન્ટરનેટ મીડિયા પર એક અકસ્માતની તસવીર ફરતી થઈ હતી. આ અકસ્માતમાં એક રેલવે કર્મચારીનું એન્જીન અને કોચ વચ્ચે ડીકપલિંગ દરમિયાન કચડાઈને મોત થયું હતું. રેલ્વે મંત્રીએ કહ્યું, આ દુર્ઘટના કપલિંગ અથવા અનકપલિંગને કારણે નથી, પરંતુ પૂર્વ મધ્ય રેલવેના રેલવે કર્મચારીઓમાં ગેરસમજને કારણે થઈ છે.
કંચનજંગા ટ્રેન દુર્ઘટના ભૂલના કારણે થઈ હતી
રેલ્વે મંત્રીએ કહ્યું કે રેલવે સુરક્ષા કમિશ્નરના તપાસ અહેવાલ મુજબ 17 જૂનના કાંચનજંગા ટ્રેન દુર્ઘટના ટ્રેનની કામગીરીમાં ક્ષતિને કારણે થઈ હતી. ઉત્તરપૂર્વ સીમા રેલવેના કટિહાર વિભાગના રંગપાની-ચટરહાટ બ્લોકમાં કંચનજંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતની તપાસ મુખ્ય કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા કરવામાં આવી હતી. અકસ્માતનો તપાસ અહેવાલ પ્રાપ્ત થયો છે. રિપોર્ટમાં આ દુર્ઘટનાને 'ટ્રેન ઓપરેશનમાં ભૂલ' તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર મોટી રાહત મળી શકે! નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યા સંકેત