શોધખોળ કરો

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!  આ તારીખથી વધી જશે પેસેન્જર ટ્રેનના ભાડા, AC-એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી મોંઘી થશે

ભારતીય રેલવે 1 જુલાઈ, 2025 થી નવા ભાડા દર લાગુ કરવા જઈ રહી છે. આ ફેરફારથી સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સા ઢીલા થશે.

રેલવે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે 1 જુલાઈ, 2025 થી નવા ભાડા દર લાગુ કરવા જઈ રહી છે. આ ફેરફારથી સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સા ઢીલા થશે. જોકે, રાહતની વાત એ છે કે કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે કોઈ વધારો કરવામાં આવશે નહીં. પરંતુ જો મુસાફરી 500 કિમીથી વધુ હોય તો પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે.

આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી) માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવો પડશે. તેવી જ રીતે, એસી ક્લાસ ટિકિટમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે.

માસિક સીઝન ટિકિટના દરમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર, અગાઉ રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડે છે કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલ્વે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. રેલવે કહે છે કે કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે.

રેલવેએ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. 6 જૂનથી, રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં આ સિસ્ટમ પાયલોટ તરીકે શરૂ કરવામાં આવી છે. તે હાલમાં એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી નથી. રેલવે અધિકારીઓ કહે છે કે થોડા અઠવાડિયા માટે તેનો પ્રયાસ કરવામાં આવશે.

કઈ ટ્રેનોમાં ભાડું વધશે ?

એસી ક્લાસ: એસી ટિકિટમાં સૌથી વધુ વધારો થયો છે. હવે તમારે પ્રતિ કિલોમીટર 2 પૈસા વધુ ચૂકવવા પડશે.

જનરલ સેકન્ડ ક્લાસ: જો તમે 500 કિમી સુધી મુસાફરી કરી રહ્યા છો, તો ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ, જો તમારી મુસાફરી 500 કિમીથી વધુ છે, તો તમારે પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધુ ચૂકવવા પડશે.

મેલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી): જો તમે આ ટ્રેનોમાં મુસાફરી કરો છો, તો તમારે હવે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવા પડશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget