શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો આઠ હજારને પાર, 273 લોકોનાં મોત
દેશમાં સંક્રમિતોની સંખ્યા 8356 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 273 લોકોના મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. લોકડાઉન બાદ પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્યમંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં સંક્રમિતોની સંખ્યા 8356 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 273 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે 715 લોકો કોરોનાને મ્હાત આપી આ ભરડામાંથી બહાર આવ્યા છે. છેલ્લા 24 કલકામાં 34 લોકોના મોત થયા છે અને 909 નવા કેસ સામે આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાના અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 127 લોકોનાં મોત થયા છે. મધ્યપ્રદેશમાં-36 , ગુજરાતમાં 22, તેલંગણામાં 9, દિલ્હીમાં 19, પંજાબમાં 11, પશ્ચિમ બંગાળ 5, તમિલનાડુમાં 8, કર્ણાટકમાં 6, ઉત્તર પ્રદેશ 5, કેરળ-2, જમ્મુ-કાશ્મીરમાં 4, આંધ્રપ્રદેશ 6, રાજસ્થાન, હરિયાણામાં ત્રણ-ત્રણ, બિહાર, ઝારંખડ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક-એક મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion