શોધખોળ કરો

Influenza: H3N2ને હળવાશથી લેનારા ચેતજો! ગુજરાતમાં જીવલેણ બન્યો ઈન્ફલ્યુએન્ઝા

H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી બચવા માટે ડોકટરોએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોનું કહેવું છે કે, વાયરસથી બચવા માટે લોકોએ સતત હાથ ધોતા રહેવું જોઈએ.

H3N2 In India: ભારતમાં H3N2 વાયરસના કારણે ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ આ વાયરસ હવે ધીમે ધીમે જીવલેણ બની રહ્યો છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે ગુજરાતમાં 58 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ સાથે જ આ વાયરસના કારણે ભારતમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે. આ રોગને કારણે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને સાવચેતીનાં પગલાં લેવાનું સૂચન કર્યું છે.

માસ્કનો ઉપયોગ કરો

H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી બચવા માટે ડોકટરોએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોનું કહેવું છે કે, વાયરસથી બચવા માટે લોકોએ સતત હાથ ધોતા રહેવું જોઈએ. સાથે જ વર્ષમાં એકવાર ફ્લૂની રસી પણ લેવી જોઈએ.

IDSP-IHIP (ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ) પર ઉપલબ્ધ નવીનતમ ડેટા મુજબ, રાજ્યોએ 9 માર્ચ સુધી H3N2 સહિત વિવિધ પેટા પ્રકારના ઈન્ફલ્યુએન્ઝાના કુલ 3,038 પુષ્ટિ થયેલા કેસ નોંધ્યા છે. જેમાં જાન્યુઆરીમાં 1,245 કેસ, ફેબ્રુઆરીમાં 1,307 અને 9 માર્ચ સુધી 486 કેસ સામેલ છે.

આરોગ્ય નિષ્ણાતોએ શું કહ્યું?

આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વાયરસથી બચવા માટે જાહેર પરિવહન, હોસ્પિટલ, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને અન્ય જાહેર વાહનો જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં ફરીથી માસ્ક પહેરવાનું કહ્યું છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.

H3N2 અને H1N1 બંને પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા E વાયરસ છે, જેને સામાન્ય રીતે ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સૌથી સામાન્ય લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ, ઉધરસ, વહેતું નાક અને શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. પરંતુ ગંભીર કિસ્સાઓમાં લોકો શ્વાસ લેવામાં તકલીફ અને/અથવા ઘરઘર પણ અનુભવી શકે છે.

કર્ણાટકમાં કોરોના ત્રાટક્યો

કર્ણાટકમાં કોવિડ કેસને લઈને તેનો આંકડો 500ને પાર કરી ગયો છે. 13 માર્ચ, 2023 સુધીમાં રાજ્યમાં કોવિડના કુલ 510 સક્રિય કેસ મળી આવ્યા છે અને સોમવારે રાજ્યમાં 62 નવા કેસ નોંધાયા છે. 12 માર્ચે તેનો હકારાત્મકતા દર 4.5% હતો. જ્યારે તેનો એકંદર સાપ્તાહિક હકારાત્મકતા દર 2.60% હતો.

H3N2 Influenza: ફ્લૂના વધતા જતા કેસોને લઈને ડૉ, ગુલેરીયાએ ચેતવણી આપતા કહ્યું કે...

દેશમાં સિઝનલ ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસો વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણીની સાથો સાથ સાવચેતીના પગલારૂપે કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા છે. આરોગ્ય નિષ્ણાતોએ  ફ્લૂ રસી ડ્રાઈવ પર ભાર મૂકવાનું આહ્વાન કર્યું છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના ઝડપી પ્રસાર વિશે ચેતવણી આપતાં પદ્મશ્રી ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, લોકોએ ચહેરાના માસ્ક અને વારંવાર હાથની સેનિટાઈઝેશનનો ઉપયોગ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ.

સિઝનલ ઈન્ફલ્યુએન્ઝાથી દેશમાં અત્યાર સુધીમાં બે મોત થયા છે. કર્ણાટક અને હરિયાણામાં એક-એક મૃત્યુની પુષ્ટિ થઈ છે. ડૉ. રણદીપ ગુલેરિયાએ નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું હતું કે, કાં તો લોકો કોવિડ-યોગ્ય વર્તન (CAB)ને અનુસરી શકે છે અથવા રસી લઈ શકે છે. ડૉ. રણદીપ ગુલેરિયા નાગપુરમાં એકેડમી ઑફ મેડિકલ સાયન્સ (AMS) દ્વારા આયોજિત કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget