Innovation: કૉલેજના વિદ્યાર્થીએ બનાવી સૌર ઉર્જાથી ચાલનારી ઇલેક્ટ્રિક સાયકલ, માત્ર 1.50 રૂપિયામાં દોડશે 50 KM
કૉલેજ સ્ટુડન્ટ ધનુષ કુમારે સૌર ઉર્જાથી ચાલનારી ઇલેક્ટ્રિક સાયકલની શોધ કરી છે, જેનાથી બહુજ ઓછા ખર્ચે દુર સુધી સફર કરી શકાય છે.
Great Innovation: પેટ્રૉલ અને ડિઝલની વધતી કિંમતોથી દેશનો દરેક નાગરિક પરેશાન છે. આવામાં લોકો હવે બીજા ઓપ્શન શોધવા મજબૂર બન્યા છે. આવુ જ તામિલનાડુના મદુરૈમાં પણ જોવા મળ્યુ. ખરેખરમાં, અહીં રહેનારા એક કૉલેજ સ્ટુડન્ટ ધનુષ કુમારે સૌર ઉર્જાથી ચાલનારી ઇલેક્ટ્રિક સાયકલની શોધ કરી છે, જેનાથી બહુજ ઓછા ખર્ચે દુર સુધી સફર કરી શકાય છે. જાણો શું છે આ આખો મામલો.....
આ રીતે કરવામાં આવી ડિઝાઇન-
ધનુષ કુમારે આ સૉલાર પાવર્ડ ઇલેક્ટ્રિક સાયકલને બનાવવા માટે સાયકલના કેરિયર પર બેટરી લગાવી છે, અને આના ફ્રન્ટમાં સૉલાર પેનલ લગાવી છે. આ સૉલાર પેનલ દ્વારા આ સાયકલને વિના રોકાયે 50 કિલોમીટર સુધી દોડાવી શકાય છે. ખાસ વાત છે કે આ ચાર્જિંગ ડાઉન થવા પર પણ આના 20 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.
1.50 રૂપિયાના ખર્ચમાં દોશે આટલા કિલોમીટર-
આ ખાસ કારનામાને અંજામ આપનારા ધનુષ કુમારને ઇલેક્ટ્રિક સાયકલમાં 24 વૉલ્ટ અને 26 એમ્પીયરની કેપેસિટીની બેટરીનો યૂઝ કર્યો છે. સાથે જ આમાં 350Wના બ્રુશ મૉટર અને સ્પીડને ઓછી કરવા માટે હેન્ડલબારમાં એક્સેલેટર પણ આપ્યુ છે. તેનુ કહેવુ છે કે આ બેટરી માટે વાપરવામાં આવનારી વીજળીની કિંમત પેટ્રૉલની સરખામણીમાં એકદમ ઓછી છે. આનાથી માત્ર 1.50 રૂપિયાના ખર્ચે 50 કિલોમીટરનો સફર કરી શકાય છે. આ ઇલેક્ટ્રિક સાયકલની મેક્સિમમ સ્પીડ 30 થી 40 કિલોમીટરની છે.