શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આતંરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર કઈ તારીખ સુધી રહેશે પ્રતિબંધ ? જાણો વિગત
ડીજીસીએ કહ્યું કે, સ્થિતિ અનુસાર નક્કી કરેલા રૂટ પર કેટલીક આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓના સંચાલનને મંજૂરી આપવામાં આવી શકે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે. સતત વધી રહેલા કોવિડ પોઝિટિવ કેસના કારણે રેલવે બાદ હવે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા સેવાને પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પહેલા ભારતીય રેલવેએ ગુરુવારે એક નોટિફિકેશન જાહેર કરીને તમામ નિયમિટ ટ્રેનો 12 ઓગસ્ટ સુધી રદ કરી દીધી છે.
શુક્રવારે જાહેર કરવામાં આવેલા એક આદેશ અનુસાર, કમર્શિય આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા સેવા પર પ્રતિબંધ 15 જુલાઈ સુધી લાગુ રહેશે. જો કે, ડીજીસીએ કહ્યું કે, સ્થિતિ અનુસાર નક્કી કરેલા રૂટ પર કેટલીક આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓના સંચાલનને મંજૂરી આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના કારણે 25 માર્ચથી જ લોકડાઉન લગાવવામં આવ્યું હતું. આ દરમિયાન રેલવે અને વિમાન સહિત તમામ પ્રકારના પરિવહન પર રોક લગાવી દેવામાં આવી હતી. જો કે, 31મે બાદ સરકારે લોકડાઉનમાં તબક્કાવાર છૂટછાટ આપવાનું શરૂ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion