શોધખોળ કરો
Advertisement
યોગ દિવસઃ અમિત શાહનાં જતા જ અહીં લોકોએ ચલાવી ચટાઈની લૂંટ
મોદી સરકાર તરફતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર દરેક ખૂણામાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ હરિયાણાના રોહતકમાં યોગ ખત્મ થતા જ ચટાઈઓ માટે લૂટ ચાલી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અહીં યોગ કર્યા. કાર્યક્રમ ખત્મ થતા જ મેદાન પર બિછાવેલ ચટાઈ લઈને લોકો ભાગવા લાગ્યા. લોકોની વચ્ચે લડાઈ અને ઝઘડા પણ જોવા મળ્યા.
મોદી સરકાર તરફતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર દરેક ખૂણામાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમે રાંચીમાં કર્યા હતા યોગ. જ્યારે રોહતકમાં ગૃહમંત્રી અમિત શાહે પણ હજારો લોકો સાથે યોગ કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા.
રોહતકમાં આ યોગ કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરાઈ હતી. હજારો લોકો માટે ચટાઈ પાથરવામાં આવી હતી. કાર્યક્રમ ખત્મ થયા બાદ અચાનક દોડધામ મચી ગઈ હતી. બધા પોતાની ચટાઈ લઈને ભાગી રહ્યા હતા. કાર્યક્રમના આયોજકોએ જ્યારે તેઓને રોકવાનો પ્રયાસ કર્યો તો મામલો વધારો ગરમાયો હતો. અને આયોજકો સાથે લોકોએ બોલાચાલી પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
ક્રિકેટ
Advertisement