શોધખોળ કરો
Advertisement
INX મીડિયા કેસ: ચિદમ્બરમને CBIએ દાખલ કરેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
પી. ચિદમ્બરમ યુપીએ સરકારમાં નાણાંમંત્રી હતા ત્યારે તેમણે લાંચ લઈને આઈએનએક્સ મીડિયા પાસેથી લાંચ લીધાના આરોપ લાગ્યા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડીએ અલગ અલગ કેસ દાખલ કર્યા હતા.
નવી દિલ્હી: INX મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સીબીઆઈએ દાખલ કરેલા કેસમાં સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને એક લાખ રૂપિયાના બોન્ડ પર અને દેશ ન છોડવાની શરતે જામીન આપ્યાં છે, પરંતુ ઇડીએ દાખલ કરેલા કેસમાં તેમને 24 ઓક્ટોબર સુધી જેલમાં રહેવુ પડશે, કારણ કે સીબીઆઇ બાદ ઇડીએ પણ તિહાડ જેલમાંથી તેમની ધરપકડ કરી હતી અને બાદમાં તેમને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડીએ અલગ અલગ કેસ દાખલ કર્યા હતા.
સીબીઆઈએ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિ અને કંપનીઓ સહિત કુલ 15 લોકો વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યું છે. જેમાં પીટર મુખર્જી, કાર્તિ ચિદમ્બરમ, પી.ચિદમ્બરમ અને ભાસ્કર સહિતના નામ છે, સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આ મામલે તપાસ ચાલું રહેશે.
નોંધનિય છે કે પી. ચિદમ્બરમ યુપીએ સરકારમાં નાણાંમંત્રી હતા ત્યારે તેમણે લાંચ લઈને આઈએનએક્સ મીડિયા પાસેથી લાંચ લીધાના આરોપ લાગ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion