શોધખોળ કરો

ધોનીની ટીમ CSK પર પ્રતિબંધની માંગ, IPL પર તમિલનાડુમાં કેમ થયો હોબાળો?

તમિલનાડુ વિધાનસભામાં ઇન્ડિયન પ્રિમિયર લીગ ક્રિકેટ ટીમનો મુદ્દો ગરમાયો છે

તમિલનાડુ વિધાનસભામાં ઇન્ડિયન પ્રિમિયર લીગ ક્રિકેટ ટીમનો મુદ્દો ગરમાયો છે. મંગળવારે, PMK ધારાસભ્યએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો અને ચેન્નઇ સુપર કિંગ્સ પર પ્રતિબંધની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે CSK પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે ટીમમાં કોઈ તમિલ ખેલાડી નથી. વિધાનસભામાં રમતગમત પર બજેટ ચર્ચા દરમિયાન ધર્મપુરીના પીએમકે (પાટ્ટાલી મક્કલ કૉચી પાર્ટી)ના ધારાસભ્ય વેંકટેશ્વરને સીએસકે પર પ્રતિબંધની માંગ ઉઠાવી સભ્યોને ચોંકાવી દીધા હતા.

વેંકટેશ્વરનું કહેવું છે કે જો કે ચેન્નઈ સુપર કિંગ્સ તમિલનાડુની છે, પરંતુ તમિલ યુવાનોને મહત્વ આપવામાં આવતું નથી અને આ ટીમમાં તમિલનાડુના ખેલાડીઓ નથી. વેંકટેશ્વરને CSK પર જાહેરાતનો આરોપ મૂક્યો હતો કે તે તમિલનાડુની આવક મેળવતી ટીમ છે જ્યારે રાજ્યમાંથી કોઈ ખેલાડી હાજર નથી.

તમિલ ખેલાડીઓને CSK ટીમમાં રાખવાની માંગ

વિધાનસભામાંથી બહાર નીકળ્યા બાદ પીએમકેના ધારાસભ્ય વેંકટેશ્વરને કહ્યું હતું કે  “ઘણા લોકોએ મને કહ્યું છે. અહીં ઘણા સ્પોર્ટ્સ પ્લેયર્સ છે. તમિલનાડુના શહેર ચેન્નઇ પરથી ટીમનું નામ ચેન્નઈ સુપર કિંગ્સ પર રાખવામાં આવ્યું છે. ઘણા લોકોએ મને કહ્યું કે આ પ્રકારનું નામ હોવું અને એક પણ ખેલાડી ન હોવો દુર્ભાગ્યપૂર્ણ છે. મેં આ માત્ર વિધાનસભામાં પ્રતિબિંબિત કર્યું છે. તેમણે કહ્યું કે, મંત્રીએ આ મુદ્દે વિધાનસભામાં જવાબ આપ્યો નથી. મને ખાતરી છે કે મુખ્યમંત્રી અને ખેલ મંત્રી પગલાં લેશે. જો તમિલનાડુમાં તમિલ લોકોને મહત્વ આપવામાં નહીં આવે તો તેઓ બીજે ક્યાંય જોવા નહીં મળે.

IPL મેચની ટિકિટને લઈને વિવાદ

આ સિવાય AIADMK ધારાસભ્યએ IPL મેચ માટે પાસ માંગ્યો હતો, જેના પર વિવાદ ઉભો થયો હતો. એસપી વેલુમણિનું કહેવું છે કે જ્યારે રાજ્યમાં AIADMK સરકાર હતી ત્યારે તેમને મેચ પાસ આપવામાં આવતા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકારને 400 ક્રિકેટ પાસ મળ્યા છે, પરંતુ AIADMK ધારાસભ્યોને એક પણ પાસ આપવામાં આવ્યો નથી.

એસપી વેલુમણીએ કહ્યું હતું કે  જ્યારે અમે ટિકિટ માંગી તો રાજ્યના ખેલ મંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે જાવ અને બીસીસીઆઈના વડા જય શાહ પાસેથી ટિકિટ લો. વિપક્ષના નેતા વેલુમણી એમ કહીને ટિકિટ માંગ કરી રહ્યા છે કે AIADMK સરકારને ટિકિટ મળતી હતી. પરંતુ છેલ્લા ચાર વર્ષથી અહીં આઈપીએલ થઈ નથી. હવે મને ખબર નથી કે તમને ટિકિટ ક્યાંથી મળી. તેમણે કહ્યું હતું કે હું મારા પોતાના પૈસાથી 150 ક્રિકેટ ઉમેદવારોને મેચ જોવા માટે લઈ ગયો હતો. વેલુમણીએ કહ્યું, IPL BCCI હેઠળ આવે છે જેના વડા જય શાહ છે, જે તમારા નજીકના મિત્ર અમિત શાહના પુત્ર છે.

તમામ ધારાસભ્યોને ટિકિટ મળે

વેલુમણીએ ખેલ મંત્રીને કહ્યું કે, તમે તેમની (રમત મંત્રી) સાથે વાત કરો તો સારું રહેશે કારણ કે તેઓ અમારી વાત સાંભળશે અને તમામ ધારાસભ્યોને ટિકિટ અપાવશે. તમે અમને ફક્ત પાંચ ટિકિટો અપાવી દો, અમે પૈસા આપીશું અથવા તમે તેને અન્ય કોઈપણ ખર્ચમાં ઉમેરી શકો છો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Embed widget