ભારતના પહેલા 5G સ્માર્ટફોન પર મળી રહ્યું છે 20,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, 48MPનો છે કેમેરો
આક્યૂના આ ફોન પર લગભગ 20 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. iQOO 3ની સૌથી મોટી ખાસિયત આનો દમદાર કેમેરો અને પ્રૉસેસર છે. જાણો આની નવી કિંમત અને ફિચર્સ વિશે.........
નવી દિલ્હીઃ ભારતના પહેલા 5G સ્માર્ટફોન iQOO 3ની કિંમત કંપનીએ ઘટાડી દીધી છે. ફોનને 38,990 રૂપિયાની કિંમતની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો. વળી હવે કંપનીએ આની કિંમત પર 50 ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. આક્યૂના આ ફોન પર લગભગ 20 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. iQOO 3ની સૌથી મોટી ખાસિયત આનો દમદાર કેમેરો અને પ્રૉસેસર છે. જાણો આની નવી કિંમત અને ફિચર્સ વિશે.........
આટલી થઇ ગઇ છે કિંમત-
કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, iQOO 3 સ્માર્ટફોનના 8 GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 17,495 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો, જ્યારે આના 8 GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 18,995 રૂપિયા કરી દેવામાં આવી છે, વળી આ ફોનના 12 GB રેમ 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 22,495 રૂપિયામાં મળી રહ્યો છે, જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે.
સ્પેશિફિકેશન્સ-
iQOO 3 સ્માર્ટફોનમાં 6.44 ઇંચની E3 સુપર અમૉલેડ ડિસ્પ્લે આપી છે, જોકે HDR 10+ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશનની સાથે સપોર્ટની સાથે છે. પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, આ ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ iQOO UI 1.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ગ્રાફિક્સ માટે આમાં adreno 650GPU લગાવેલુ છે.
કેમેરા-
ફોટોગ્રાફી માટે iQOO 3 સ્માર્ટફોનના રિયર ક્વાડ કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો+ 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ+13 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ +2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર સામેલા છે. વળી, સેલ્ફી લવર્સ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વીડિયો મેકિંગની રીતે આ એક બહુ જ સારો કેમેરા સ્માર્ટફોન કહી શકાય છે.
પાવર અને કનેક્ટિવિટી-
આ ફોન 4440 mAhની બેટરી મળે છે, જે 55W ફાસ્ટ સુપર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, અને આ ફોનની એક મોટી ખાસિયત છે. કનેક્ટિવિટી માટે આ ફોન 4G, 5G, બ્લૂટૂથ 5.0, Wi-Fi, જીપીએસ અને યુએસબી પોર્ટ ટાઇપ-સી જેવા ફિચર્સનો સપોર્ટ કરે છે.