શોધખોળ કરો
Advertisement
માનવયુક્ત અંતરિક્ષ મિશન પહેલા ISRO મહિલા રોબોટ ‘વ્યોમમિત્રને’ મોકલશે અંતરિક્ષમાં
ISRO ચીફ સિવને કહ્યું- આ હ્યૂમનોઇડ રોબોટ અંતરિક્ષમાં માનવીની જેમ કામ કરશે. જે તપાસ કરશે કે તમામ પ્રણાલીઓ વ્યવસ્થિત કામ કરી રહી છે.
નવી દિલ્હી: ઈસરો 2021માં અંતરિક્ષમાં પોતાના પ્રથમ માનવ મિશનની યોજના પર કામ કરી રહ્યું છે. આ પહેલા ઈસરો પ્રયોગ તરીકે મોકલવામાં આવનાર માનવરહિત અંતરિક્ષ મિશન ગગનયાનમાં મહિલા રોબોટ ‘વ્યોમમિત્રને’ મોકલશે. જેની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. આ રોબોટનું નામ સંસ્કૃતના બે શબ્દો ‘વ્યોમ’ (અંતરિક્ષ) અને ‘મિત્ર’ને જોડીને રાખવામાં આવ્યું છે.
ઈસરોના વૈજ્ઞાનિક સેમ દયાલે કહ્યું કે, હ્યૂમનોઇડ વ્યોમમિત્ર મનુષ્યોની જેમ જ વ્યવહાર કરવાનો પ્રયાસ કરશે અને આપણને રિપોર્ટ કરશે. આ અમે એક પ્રયોગ તરીકે કરી રહ્યા છે.
ISRO ચીફ સિવને કહ્યું- આ હ્યૂમનોઇડ રોબોટ અંતરિક્ષમાં માનવીની જેમ કામ કરશે. જે તપાસ કરશે કે તમામ પ્રણાલીઓ વ્યવસ્થિત કામ કરી રહી છે. અન્ય દેશ આવા મિશનથી પહેલા અંતરિક્ષમાં પશુઓ મોકલી ચૂક્યા છે. હ્યૂમનોઇડ જીવન પ્રણાલીના સંચાલન પર નજર રાખશે. તે શરીરના તાપમાન અને ધબકારા સંબંધિત ટેસ્ટ કરશે. આ ખૂબજ ફાયદાકારક હશે.
આ પેહલા ઉદ્ઘાટન સત્રને સંબોધન કરતી વખતે સિવને કહ્યું કે, ગનયાનના મિશન પહેલા ડિસેમ્બર 2020 અને જુલાઇ 2021માં અંતરિક્ષમાં મનુષ્ય જેવા રોબોટ મોકલવામાં આવશે. સિવને જણાવ્યું કે, ગગનયાન મિશન માટે જાન્યુઆરીના અંતમાં ચાર એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે.Bengaluru: ISRO's half humanoid 'Vyommitra' to be placed in the first unmanned mission under #Gaganyaan to simulate most of the human body functions. Sam Dayal, ISRO scientist says, "It will try to simulate a human & report back to us. We are doing this as an experiment". pic.twitter.com/tikJJLierO
— ANI (@ANI) January 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement