ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે એરલાઈન્સને બોમ્બ થ્રેટ મળી રહ્યા છે. વિમાનોને સુરક્ષા સંબંધિત ધમકીનો સામનો કરવા માટે IT મંત્રાલયે એડવાઈઝરી જારી કરી.
IT ministry bomb threat advisory: એરલાઈન્સ કંપનીઓને રોજ બોમ્બની ધમકી મળવાની અફવાઓને લઈને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે શનિવારે (26 ઓક્ટોબર 2024)ના રોજ એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ, મેટા અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસેથી આ અંગે મદદ માગી છે.
IT મંત્રાલયે કડક શબ્દોમાં કહ્યું, "સોશિયલ મીડિયા પ્લેટફોર્મે IT નિયમ, 2021 હેઠળ તાત્કાલિક આવશ્યક કાર્યવાહી કરવી પડશે. જેથી કોઈપણ વપરાશકર્તાને કોઈપણ ગેરકાયદેસર કે ખોટી માહિતી હોસ્ટ કરવા, અપલોડ કરવા, પ્રસારિત કરવા વગેરેની મંજૂરી ન અપાય."
'તાત્કાલિક આવશ્યક કાર્યવાહી કરવી પડશે'
મંત્રાલયે કહ્યું, "આ સંબંધમાં, એ ધ્યાન આપવું જોઈએ કે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ સહિત મધ્યસ્થીઓની માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 (IT એક્ટ) અને માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચારસંહિતા) નિયમ, 2021 (IT નિયમ, 2021) હેઠળ તમામ પ્લેટફોર્મની એ જવાબદારી છે કે તેઓ આવી ખોટી માહિતીઓને તાત્કાલિક દૂર કરે, જે રાજ્યની જાહેર વ્યવસ્થા અને સુરક્ષાને અસર કરે છે."
IT મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું, "પોતાની જવાબદારીઓને સમજતા સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ સહિત સંબંધિત મધ્યસ્થીઓની એ જવાબદારી છે કે તેઓ કોઈપણ વપરાશકર્તાને કોઈપણ ગેરકાયદેસર કે ખોટી માહિતી હોસ્ટ કરવા, પ્રદર્શિત કરવા, અપલોડ કરવા, સંશોધિત કરવા, પ્રકાશિત કરવા, પ્રસારિત કરવા, સંગ્રહિત કરવા, અપડેટ કરવા કે શેર કરવાની મંજૂરી ન આપીને IT નિયમ, 2021 હેઠળ તાત્કાલિક આવશ્યક કાર્યવાહી કરે."
IT અધિનિયમની કલમ 79નો કર્યો ઉલ્લેખ
મંત્રાલયે કહ્યું, "આ ઉપરાંત IT અધિનિયમની કલમ 79 હેઠળ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી કે હોસ્ટ કરવામાં આવેલી કોઈપણ ત્રીજા પક્ષની માહિતી, ડેટા કે સંચાર લિંક માટે જવાબદારીમાંથી મુક્તિ લાગુ નહીં પડે. IT નિયમ, 2021માં આપવામાં આવેલી જવાબદારીઓનું પાલન કરવામાં મધ્યસ્થીઓની નિષ્ફળતાના કિસ્સામાં, IT અધિનિયમની કલમ 79ની જોગવાઈ આવા મધ્યસ્થી પર લાગુ નહીં પડે અને તેઓ IT અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) સહિત કોઈપણ કાયદા હેઠળ પૂરી પાડવામાં આવેલી પરિણામી કાર્યવાહી માટે જવાબદાર રહેશે."
આ પણ વાંચોઃ
બજારમાં મળી રહ્યું છે નકલી અમૂલ ઘી, કંપનીએ જાતે જણાવ્યું કેવી રીતે અસલી અને નકલી ઘી ઓળખવું
સાવધાન! બટન દબાવતાં જ થઈ શકે છે ફ્રોડ,આ રીતે ઓળખો નકલી IVR કૉલ્સને