શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર લિટરે કેટલો કર ચૂકવો છો એ જાણીને લાગી જશે આઘાત, જાણો વિગત
ગુજરાતમાં લોકડાઉનના કારણે લોકો પરેશાન છે ત્યારે રૂપાણી સરકાર પણ આ રાહત આપી શકે કેમ કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર જંગી પ્રમાણમાં વેટ વસૂલાય છે.
નવી દિલ્લીઃ દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારે ડીઝલ ઉપરનો વેટ 30 ટકાથી ઘટાડી 16.75 ટકા કરવાની જાહેરાત કરી તેના કારણે દિલ્હી રાજ્યમાં હવે ડીઝલના ભાવમાં લિટરે 8 રૂપિયા 36 પૈસા ઘટી ગયા છે.
દિલ્લીમાં ડીઝલના ભાવ ઘટતાં લોકોના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે, દિલ્લીમાં ‘આપ’ સરકાર લોકહિતમાં ડીઝલ પર વેટ ઘટાડી લોકોને રાહત આપી શકતી હોય તો ગુજરાત સહિતનાં અન્ય રાજ્યોએ પણ પેટ્રોલ કે ડીઝલ પરનો ટેક્સ ઘટાડી સામાન્ય નાગરિકોને રાહત આપવી જોઈએ.
ગુજરાતમાં લોકડાઉનના કારણે લોકો પરેશાન છે ત્યારે રૂપાણી સરકાર પણ આ રાહત આપી શકે કેમ કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર જંગી પ્રમાણમાં વેટ વસૂલાય છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂપિયા 16 વેટ વસૂલવામાં આવે છે. ગુજરાતમાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ રૂપિયા 78ની આસપાસ છે જ્યારે ડીઝલ પ્રતિ લીટર રૂપિયા 79ની આસપાસ વેચાઈ રહ્યું છે. રાજ્યમાં પેટ્રોલ પર રૂપિયા 32.98 અને ડીઝલ પર રૂપિયા 31.83 એક્સાઈઝ ડયુટી લાદવામાં આવે છે. આમ, રાજ્યમાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 77.97માંથી રૂ. 48.98 જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર રૂ. 79.20માંથી રૂ. 47.83 ટેક્સ લાગુ પડે છે. લોકો પેટ્રોલ અને ડીઝલ ખરીદવા જે રકમ ચૂકવે છે તેમાંથી 60 ટકા કરતાં વધારે રકમ તો સરકારી તિજોરીમાં ટેક્સ તરીકે જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion