શ્રીનગરઃ આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડથી કર્યો હુમલો, ત્રણ નાગરિક ઘાયલ
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકથી લગભગ એક કિલોમીટર દૂર આતંકીઓએ સીઆરપીએફના જવાનોના એક બંકર પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં લાલ ચોકથી લગભગ એક કિલોમીટર દૂર આતંકીઓએ સીઆરપીએફના જવાનોના એક બંકર પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જોકે, આ આતંકી હુમલામાં સુરક્ષાદળોને કોઇ નુકસાન પહોંચ્યું નથી. પરંતુ ત્રણ સ્થાનિક લોકો આ ગ્રેનેડ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા.
https://twitter.com/ANI/status/1408773175161200641
આ ગ્રેનેડ હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ હાલમાં પોલીસે હુમલાખોરો અંગે કોઇ જાણકારી આપી નહોતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં શ્રીનગરની આસપાસ આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ બે પોલીસકર્મીઓની હત્યાની ઘટના સામે આવી હતી. નોંધનીય છે કે આ હુમલો લાલ ચોકથી ફક્ત એક કિલોમીટરના અંતર પર થયો હતો. એવામાં સુરક્ષાને લઇને લોકો ચિંતિત છે.
નોંધનીય છે કે કોરોના સંક્રમણને કારણે વિસ્તારમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ કારણ છે કે આજે રસ્તા પર સામાન્ય દિવસો કરતા ઓછી ભીડ હતી. જેના કારણે નુકસાન ઓછું થયું હતું.