યુવતી પ્રેમી સાથે માણી રહી હતી શરીરસુખ ને બીજો પ્રેમી આવી પહોંચ્યો, ઝગડો શરૂ થયો ને યુવતીના પતિની પ્રેમિકા ઘરમાં આવી જતાં...........
મુહાના પોલીસ અધિકારી લખન સિંહ ખટાનાએ બતાવ્યુ કે મંગળવારે સવારે લગભગ 6 વાગે મુહાના માર્કેટમાં રામજાન શર્માની ચાની દુકાનની પાસે એક ઘાયલ યુવતી તથા વ્યક્તિના હોવાની જાણકારી મળી.
![યુવતી પ્રેમી સાથે માણી રહી હતી શરીરસુખ ને બીજો પ્રેમી આવી પહોંચ્યો, ઝગડો શરૂ થયો ને યુવતીના પતિની પ્રેમિકા ઘરમાં આવી જતાં........... Jaipur Murdered: wife and two lovers Accidentally gathering in home and then fighting between those યુવતી પ્રેમી સાથે માણી રહી હતી શરીરસુખ ને બીજો પ્રેમી આવી પહોંચ્યો, ઝગડો શરૂ થયો ને યુવતીના પતિની પ્રેમિકા ઘરમાં આવી જતાં...........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/01/ca7c07bbd84a3a43f826135fe6e406e6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જયપુરઃ જયપુરના મુહાના વિસ્તારમાં પ્રેમ પ્રકરણના કારણે એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યા છે. આ હત્યા ત્યારે થઇ જ્યારે એક યુવતીના બે અલગ અલગ પ્રેમી, યુવતીનો પતિ અને પતિની એક પ્રેમિકા બધા આમને સામને આવી ગયા. આ દરમિયાન ઝઘડો થયો અને એક યુવતીને ગંભીર રીતે ઇજા થઇ જેના સારવાર માટે એચએમએસ હૉસ્પીટલ ભરતી કરાવવામાં આવી છે.
મુહાના પોલીસ અધિકારી લખન સિંહ ખટાનાએ બતાવ્યુ કે મંગળવારે સવારે લગભગ 6 વાગે મુહાના માર્કેટમાં રામજાન શર્માની ચાની દુકાનની પાસે એક ઘાયલ યુવતી તથા વ્યક્તિના હોવાની જાણકારી મળી. પોલીસે ઘટના સ્થળે પહોચીને બન્નેને હૉસ્પીટલ ભરતી કરાવ્યા, જ્યાં ડૉક્ટરોએ વ્યક્તિને મૃત જાહેર કરી દીધો. વળી ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીનો એસએમએસ હૉસ્પીટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
તપાસમાં સામે આવ્યુ છે કે ઘાયલ યુવતી બસંતી રેગર, ગંગાપુર સિટીની રહેવાસી છે. જે પોતાના પતિ કન્હૈયા રેગર તથા બાળકોની સાથે મુહાના વિસ્તારમાં રહેતી હતી. સોમવારે મોડી રાત્રે બસંતીનો એક પ્રેમી મુકેશ શર્મા સુહાના આવ્યો હતો. આ દરમિયાન બસંતીનો એક અન્ય પ્રેમી મોહનયા ધાકડ પણ ત્યાં આવી ગયો. આ દરમિયાન બસંતીના પતિ કન્હૈયાની એક પ્રેમિકા કમલી બાવરિયા પણ માર્કેટમાં આવી ગઇ હતી.
આ તમામ લોકો દારુના નશામાં હતા, અને એકસાથે તમામ લોકો એકઠા થવાથી એકબીજા સાથે વિવાદ અને મોટો ઝઘડો થઇ ગયો. ઝઘડા દરમિયાન બસંતી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ અને તેના પ્રેમી મોહનયા ધાકડનુ મોત થઇ ગયુ. પોલીસે તપાસ દરમિયાન યુવતી બસંતીના પતિ કન્હૈયા તથા તેની પ્રેમિકા કમલી બાવરિયા દારુના નશામાં મળ્યા જેની ધરપકડ કરી લેવામાં આવી છે.
તેમની પાસેથી ઘાયલ યુવતી બસંતીની બે વર્ષીય દીકરી પણ મળી, જેને પોલીસની દેખરેખમાં ચાઇલ્ડ હેલ્પલાઇનને સોંપી દેવામા આવી છે. પોલીસે મૃતક મોહનયાના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મહાત્મા ગાંધી હૉસ્પીટલની મૉર્ચુરીમાં રખાવ્યો છે. વળી ઘાયલ યુવતી બસંતીનો એસએમએસ હૉસ્પીટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
પોલી, કન્હૈયા તથા કમલીની ધરપકડ બાદ કેટલીક પુછપરછ કરી રહી છે. વળી ઝઘડામાં સામેલ બસંતીના એક અન્ય પ્રેમી મુકેશ શર્માની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)