શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપોરમાંથી લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી ઝડપાયો
જમ્મુ કાશ્મીરનાં બારામુલા જિલ્લાના શોપોર વિસ્તારમાં સુરક્ષાદળોએ મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને લશ્કરના આતંકવાદીને પકડવામાં સફળતા મળી છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરનાં બારામુલા જિલ્લાના શોપોર વિસ્તારમાં સુરક્ષાદળોએ મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને લશ્કરના આતંકવાદીને પકડવામાં સફળતા મળી છે. ભારતીય આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસે આંતકીને ઝડપી પાડ્યો છે.
આતંકવાદીઓ હવે ઘાટીમાં ભય ફેલાવવા માટે બિન પ્રાંતીય લોકોને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં સફરજનનાં કારોબારી, ટ્રક ચાલકોથી લઈને મજૂરોનો પણ સમાવેશ થાય છે. આ આતંકીઓની નવું ષડયંત્ર છે. આની પહેલાં આતંકીઓ સુરક્ષાબળો સિવાય સામાન્ય લોકો પર હુમલો કરવાથી બચતા હતા. દક્ષિણ કાશ્મીરમાં થઈ રહેલી આ આતંકી ઘટનાઓનો હેતુ લોકોની વચ્ચે ભય ઉભો કરવાનો હતો. જોકે, આ હરકતોની ભરપાઈ સૌથી વધારે ઘાટીનાં કારોબારી લોકોને જ થાય છે. તેમણે બીજા રાજ્યોમાંથી રોજગારની શોધમાં આવતા લોકોની ગેરહાજરીના સંકટનો સામનો કરવો પડે છે. જેની અસર તેમના વેપાર પર પણ પડી શકે છે. દક્ષિણ કાશ્મીરનાં કુલગામમાં આતંકીઓએ મંગળવારે સાંજે પાંચ મજૂરોની હત્યા કરી હતી. જેમાં એક મજૂર ઘાયલ થયો છે. આ દરેક પશ્વિમ બંગાળના મુર્શિદાબાદનાં રહેવાસી હતા અને અહીં ઘણા લાંબા સમયથી કામ કરતા હતા. આ પહેલાં 24 ઓક્ટોબરે શોપિયા જિલ્લાનાં ચિત્રગામ જૈનાપોરા વિસ્તારમાં આતંકીઓએ સફરજનોથી ભરેલી ત્રણ ટ્રકોને નિશાન બનાવતા ગોળીબાર કર્યો હતો. જેમાં નોન કાશ્મીરી બે ચાલકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.Jammu and Kashmir: In a joint operation, Indian Army and Jammu and Kashmir Police have arrested one Lashkar-e-Taiba (LeT) terrorist in Sopore pic.twitter.com/eTPEpj3OmB
— ANI (@ANI) November 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement