શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: રાજોરીમાં સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ બનાવ્યો નિષ્ફળ, પાકિસ્તાની આતંકીને કર્યો ઠાર
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, રાજોરીના કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખાથી 400 મીટર અંદર આવી ચૂકેલા એક સમૂહને સેનાએ સવારે 5 વાગ્યેને 55 મિનિટ પર રોક્યા હતા, તેના બાદ ત્યાં ગોળીબારી શરૂ થઈ હતી.
જમ્મુ: સેનાએ જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આજે ઘૂસણખોરી કરી નિષ્ફળ બનાવી એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર કર્યો છે.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, રાજોરીના કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખાથી 400 મીટર અંદર આવી ચૂકેલા એક સમૂહને સેનાએ સવારે 5 વાગ્યેને 55 મિનિટ પર રોક્યા હતા, તેના બાદ ત્યાં ગોળીબાર શરૂ થઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે, ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. તેની પાસેથી એક Ak47 અને બે મેગઝીન જપ્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જમ્મુ કાશ્મીરના સોપોરના મોડલ ટાઉન વિસ્તારમાં આતંકવાદીઓએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની એક પેટ્રોલિંગ ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા હોવાના અહેવાલ છે, સાથે એક નાગરિકનું પણ મોત થયું છે અને કેટલાક જવાન ઘાયલ પણ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement