શોધખોળ કરો
Advertisement
જમ્મૂ-કાશ્મીરના કઠુઆમાં BSFએ તોડી પાડ્યુ પાકિસ્તાની ડ્રોન
જમ્મુ-કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં બીએસએફએ આજે એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કઠુઆના પનસર વિસ્તારમાં બીએસએફએ આજે એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે. પાકિસ્તાન તરફથી જાસુસીના ઈરાદાથી ઉડાવવામાં આવેલા ડ્રોનમાં હથિયાર પણ એટેચ હતા.
ડ્રોનમાંથી M4 રાઈફલ, ગ્રેનેડ અને ગોળીઓ પણ મળી આવી છે. જ્યારે સરહદ પર પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું છે જેના કારણે અત્યાર સુધીમાં 24 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
જમ્મૂ કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે લદાખ સાથે જાહેર ગતિરોધ વચ્ચે પાકિસ્તાન એ કોશિશ કરશે કે સરહદ પરથી ઘૂસપેઠ કરવામાં આવે. પોલીસનો દાવો છે કે હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાન એ ફિરાકમાં છે કે જમ્મૂ કાશ્મીરમાં આંતક અને હિંસાને વધુ હવા આપવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion