Jammu Kashmir: DGP દિલબાગ સિંહનો મોટો દાવો, કહ્યુ- જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધી 56 વિદેશી આતંકી ઠાર મરાયા
સુરક્ષા અંગે સિંહે કહ્યું હતું કે અમે તમામ પ્રકારની સાવચેતી રાખી રહ્યા છીએ
Jammu Kashmir DGP on Terrorism: જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનવાની અસર હવે દેખાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે સોમવારે જણાવ્યું હતું કે "આ વર્ષે અત્યાર સુધીમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં 56 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. જ્યારે 102 સ્થાનિક યુવાનોમાંથી 86 માર્યા ગયા છે.
આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર કરાયેલી જાનથી મારી નાખવાની ધમકીઓને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપતી ગણાવી સિંહે કહ્યું કે "ડરવાની કોઈ જરૂર નથી. ધમકીઓ આપનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીજીપીએ અહીં એક સમારોહ દરમિયાન પત્રકારોને કહ્યું હતું ક આ વર્ષે 56 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી મોટો આંકડો છે.
સુરક્ષા અંગે સિંહે કહ્યું હતું કે અમે તમામ પ્રકારની સાવચેતી રાખી રહ્યા છીએ. હું આશા રાખું છું કે દરેક જગ્યાએ બધું સારું છે. અમારી સુરક્ષામાં કોઈ છટકબારી રહેશે નહીં.'' તેમણે કહ્યું, 'હજુ પણ સરહદ પાર ટ્રેનિંગ કેમ્પમાં લોકો છે. આ તરફ આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. સરહદ પર સુરક્ષા દળો સતર્ક છે.ખાલિસ્તાની અને કાશ્મીરી આતંકવાદીઓ વચ્ચેના જોડાણ વિશે પૂછવામાં આવતા સિંહે કહ્યું કે તેમની એક માતા છે, તે પાકિસ્તાન છે.
સિંહે કહ્યું હતું કે ડ્રોનથી હથિયારો છોડવા એ એક મોટો પડકાર છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસ આવા કેટલાક કેસ ઉકેલવામાં સફળ રહી છે. "ઓપરેશન દરમિયાન અમે IEDs અને અન્ય વસ્તુઓ રિકવર કરી છે અને અમે તેની સામે અસરકારક રીતે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
Kabul Hotel Attack: ISISએ કાબુલમાં થયેલા આતંકી હુમલાની લીધી જવાબદારી, હુમલા પાછળનું કારણ પણ જણાવ્યુ?
Terrorsit Attack on Hotel in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે એક હોટલ પર આતંકી હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ જૂથે લીધી છે. હુમલાની જવાબદારી લેતા ISISએ કહ્યું કે તેણે ચીનના વેપારીઓને નિશાન બનાવવા માટે આ હુમલો કર્યો હતો. આ કબૂલાતથી ચીન સરકારની ચિંતામાં વધારો થયો હશે. પાકિસ્તાન બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ તેના નાગરિકો નિશાના પર છે
ISISએ કહ્યું કે તેના આતંકીઓએ કાબુલમાં એક મોટી હોટેલ પર હુમલો કર્યો જ્યાં ચીની રાજદ્વારીઓ અને ઉદ્યોગપતિઓ વારંવાર આવતા હતા. તેઓએ બે બેગમાં છુપાયેલા વિસ્ફોટક ઉપકરણો વડે વિસ્ફોટને અંજામ આપ્યો હતો. એક બેગ વડે ચાઈનીઝ મહેમાનોને નિશાન બનાવવાની યોજના હતી, જ્યારે બીજી બેગ વડે હોટલના રિસેપ્શન હોલને નિશાન બનાવવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર થઈ રહેલા ગોળીબાર વચ્ચે જ હોટલમાં રહેલા લોકો બારીમાંથી બહાર કુદતા જોવા મળ્યા હતા. જે સમયે હોટલમાં હુમલો થયો ત્યારે અનેક ચીની નાગરિકો હાજર હતાં છે. ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ હોટલ પર હુમલો કર્યો હતો