શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ કાશ્મીર: પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી વધુ ત્રણ મહિના રહેશે નજરકેદ
ગત વર્ષે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવા અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનો નિર્ણય કેન્દ્રએ કર્યો હતો. તે પહેલાજ મુફ્તી સહિત સેંકડો નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા.
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પ્રશાસને પીએસએ હેઠળ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીની નજરકેદની સજા વધારી દીધી છે. ગત વર્ષે પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવા અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનો નિર્ણય કેન્દ્રએ કર્યો હતો. તે પહેલાજ મુફ્તી સહિત સેંકડો નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા.
ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર મુફ્તી પોતાના સત્તાવાર આવાસ ફેયરવ્યૂં બંગલામાં આગામી ત્રણ મહીના નજરકેદમાં રહેશે. આ બંગલાને ઉપજેલ જાહેર કરવામાં આવ્યો છે.
ફારુક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા સહિત મોટાભાગના નેતાઓ મુક્ત કરવામાં આવ્યાં છે. આજે જ પીપુલ્સ કોન્ફ્રેંસના નેતા સજ્જાદ લોનને લગભગ એક વર્ષ બાદ નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion