શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: બાંદીપોરામાં આતંકીઓએ ભાજપ નેતા વસીમ બારી, તેમના ભાઈ સહિત પિતાની કરી હત્યા
બાંદીપોરામાં આતંકવાદીઓેએ ભાજપના નેતા વસીમ બારીની ગોળી મારી હત્યા કરી દીધી છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓેએ ભાજપના નેતા વસીમ બારીની ગોળી મારી હત્યા કરી દીધી છે. આતંકીઓએ વસીમના ભાઈ અને પિતા પર હુમલો કર્યો હતો, તેમાં આ ત્રણેયનું મોત નીપજ્યું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, આતંકવાદીએ રાત્રે 9 વાગ્યે બાંદીપોરા પોલીસ સ્ટેશન પાસે વસીમ બારીની દુકાન બહાર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારીમાં ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા.
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, બાંદીપોરા જિલ્લાના પૂર્વ બીજેપી અધ્યક્ષ વસીમ બારીના ભાઈ ઉમર અને પિતા બશીર અહમદ ગોળી વાગવાથી ઘાયલ થઈ ગયા હતા. તેમને બાંદીપોરા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું હતું. તેમણે જણાવ્યું કે, પરિવારની સુરક્ષા માટે આઠ સુરક્ષાકર્મી રહે છે પરંતુ દુર્ભાગ્ય કે જ્યારે ઘટના બની ત્યારે ત્યાં કોઈ પણ સુરક્ષાકર્મી હાજર નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement