શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: પુલવામામાં સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર
પુલવામામાં ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે. કાશ્મીરના પુલવામામા સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
નવી દિલ્હી: પુલવામામાં ભારતીય સેનાને એક મોટી સફળતા મળી છે. કાશ્મીરના પુલવામામા સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કર્યું હતુ, સામે સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ અને કાશ્મીર પોલીસે મળીને 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
સેનાને માહિતી મળી હતી કે પુલવામાના એક ઘરમાં આતંકી ગતિવિધીઓ ચાલી રહી છે. સેનાની ટીમો દ્વારા અહી સર્ચ હાથ ધરાયું હતુ, જેવી સેના અહી પહોંચી કે આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ, સામે જવાબમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા છે, અહીના એક ઘરમાં આતંકવાદીઓ છુપાઇને કોઇ હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં હતા. ઠાર કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો માટે કામ કરતા હતા, બે આતંકીઓની ઓળખ આદિલ શેખ અને વસીમ વાણી તરીકે થઇ છે. સેનાએ તેમની પાસેથી વિસ્ફોટકો અને એકે 47 સહિતના હથિયારો જપ્ત કર્યા છે. અને આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.Jammu & Kashmir: 3 terrorists killed today by security forces during an encounter in Shopian were affiliated to proscribed terrorist outfit Hizb-ul-Mujahideen. (Visuals deferred by unspecified time) pic.twitter.com/Aoo2xWI7rT
— ANI (@ANI) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement