શોધખોળ કરો

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને વિમલ ઇલાયચીની જાહેરાત કરવા બદલ મહારાષ્ટ્ર એફડીએ તરફથી નોટિસ મળી છે. જાણો વિમલ ઇલાયચી કંપની કેટલી મોટી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહારાષ્ટ્ર FDAએ વિમલ ઈલાયચીના પ્રમોશન સામે કાર્યવાહી કરી.
  • FDAએ શાહરૂખ, અજય, ટાઈગરને સરોગેટ જાહેરાત બદલ નોટિસ ફટકારી.
  • કલાકારોને પ્રમોશનલ કન્ટેન્ટ હટાવવા ૧૫ દિવસની મુદત આપી.
  • વિમલ કંપની ૧૦૦ કરોડથી વધુનો વાર્ષિક વ્યવસાય ધરાવે છે.

મહારાષ્ટ્રમાં તમાકુ અને નિકોટિનવાળા ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ છે. FDAનું કહેવું છે કે જાહેરાતની રજૂઆત, બ્રાન્ડ નામ અને બજારમાં તેની હાજરીને જોતા વિમલ ઈલાયચીનું પ્રમોશન પ્રતિબંધિત પાન મસાલા બ્રાન્ડ સાથે સીધું જોડાયેલું છે. આ આધારે ફૂડ સેફ્ટી કાયદાની જાહેરાત સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આ મામલાની વચ્ચે મોટો સવાલ એ છે કે આખરે વિમલ કંપનીનો બિઝનેસ કેટલો મોટો છે?

ઓપરેટિંગ રેવન્યુ રેન્જ કેટલી છે?

ટ્રેક્સન પર કંપનીના ડેટા અનુસાર, વિષ્ણુ એન્ડ કંપની ટ્રેડમાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડની નવા નાણાકીય વર્ષ માટે ઓપરેટિંગ રેવન્યુ રેન્જ 100 કરોડથી 500 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ આંકડો વિમલ ઈલાયચીના વેચાણ અથવા સમગ્ર વિમલ બ્રાન્ડનું ટર્નઓવર નથી. ધ કંપની ચેકના ડેટાબેઝ અનુસાર, વિષ્ણુ એન્ડ કંપની ટ્રેડમાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડની FY2025ની આવક આશરે 140.73 કરોડ રૂપિયા રહી હતી. એટલે કે પબ્લિક ડેટાબેઝ દર્શાવે છે કે કંપનીનો બિઝનેસ 100 કરોડ રૂપિયાથી વધુનો છે. અહીં એ સમજવું જરૂરી છે કે, વિમલ બ્રાન્ડનો સમગ્ર બિઝનેસ અને કોઈ એક કાનૂની સંસ્થાની આવક એક જ વસ્તુ નથી.

વિમલ ઈલાયચી શા માટે ચર્ચામાં છે?

વિમલ ઈલાયચીની જાહેરાત લાંબા સમયથી બોલિવૂડ કલાકારો કરી રહ્યા છે. શાહરૂખ ખાન અને અજય દેવગન ઉપરાંત ટાઈગર શ્રોફ પણ આ કેમ્પેઈનનો ભાગ છે. હવે મહારાષ્ટ્ર FDAએ આ ત્રણેય કલાકારોને નોટિસ ફટકારી છે. FDA અનુસાર, જાહેરાતમાં વિમલ નામ, પેકેજિંગ અને કેમ્પેઈનની રજૂઆત એવી છે કે તે વિમલ પાન મસાલાની જાહેરાત પણ લાગે છે. નિયમનકારે તેને સરોગેટ પ્રમોશન તરીકે જોયું છે. નોટિસમાં કલાકારો પાસેથી આ મામલે જવાબ માંગવામાં આવ્યો છે અને પ્રમોશનલ સામગ્રી હટાવવા અંગે પણ સૂચના આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, FDAએ સોશિયલ મીડિયા પરથી પ્રમોશનલ કન્ટેન્ટ હટાવવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

શું અગાઉ પણ વિમલ કેમ્પેઈન વિવાદમાં આવ્યું છે?

વિમલ સાથે જોડાયેલી જાહેરાતને લઈને આ પહેલો વિવાદ નથી. અગાઉ પણ તેને લઈને સવાલો ઉઠી ચૂક્યા છે. 2018માં DGHSએ વિષ્ણુ પાઉચ પેકેજિંગ પ્રાઈવેટ લિમિટેડને નોટિસ ફટકારી હતી. તે મામલામાં આરોપ હતો કે વિમલ બ્રાન્ડ દ્વારા તમાકુ પ્રોડક્ટના પરોક્ષ પ્રમોશનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ આ કાર્યવાહીનો વિરોધ કરતા કહ્યું હતું કે તે સ્થાનિક બજારમાં વિમલ બ્રાન્ડ હેઠળ તમાકુ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી નથી. બાદમાં આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને જાન્યુઆરી 2024માં દિલ્હી હાઈકોર્ટે DGHSની અપીલ ફગાવી દીધી હતી.

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે?

ઉપલબ્ધ કંપનીના ડેટાના આધારે વિષ્ણુ એન્ડ કંપની ટ્રેડમાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડની ઓપરેટિંગ રેવન્યુ રેન્જ 100થી 500 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે, જ્યારે અન્ય એક ડેટાબેઝે FY2025ની આવક આશરે 140.73 કરોડ રૂપિયા હોવાનું રિપોર્ટ કર્યું છે. જોકે, આ આંકડાઓને વિમલ બ્રાન્ડનો કુલ બિઝનેસ કહી શકાય નહીં. કંપનીના સ્તરની આવક અને કોઈ ચોક્કસ બ્રાન્ડ અથવા પ્રોડક્ટના વેચાણમાં તફાવત હોય છે. તેથી આંકડાઓ પરથી એટલું કહી શકાય કે વિમલ સાથે જોડાયેલી સંબંધિત કંપની 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી રહી છે, પરંતુ સમગ્ર વિમલ બિઝનેસનું ચોક્કસ વાર્ષિક ટર્નઓવર પબ્લિક ડેટા પરથી જાણવું મુશ્કેલ છે.

હાલમાં, મહારાષ્ટ્ર FDAની કાર્યવાહીએ ફરી એકવાર વિમલ ઈલાયચી અને સરોગેટ જાહેરાતની ચર્ચાને વેગ આપ્યો છે. હવે નજર એ વાત પર રહેશે કે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ નોટિસનો શું જવાબ આપે છે અને FDA આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે.

Frequently Asked Questions

વિમલ ઈલાયચીની જાહેરાત શા માટે ચર્ચામાં છે?

મહારાષ્ટ્ર FDAએ વિમલ ઈલાયચીના પ્રમોશનને પ્રતિબંધિત પાન મસાલા બ્રાન્ડ સાથે જોડીને કાર્યવાહી કરી છે. FDA જાહેરાતને સરોગેટ પ્રમોશન ગણે છે કારણ કે તે વિમલ પાન મસાલાની જાહેરાત જેવી લાગે છે.

વિમલ ઈલાયચીની જાહેરાત સાથે કયા કલાકારો સંકળાયેલા છે?

શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફ વિમલ ઈલાયચીના કેમ્પેઈનનો ભાગ છે. મહારાષ્ટ્ર FDAએ આ ત્રણેય કલાકારોને નોટિસ ફટકારી છે.

વિમલ કંપનીનો અંદાજિત બિઝનેસ કેટલો છે?

વિષ્ણુ એન્ડ કંપની ટ્રેડમાર્ક્સ પ્રાઈવેટ લિમિટેડની ઓપરેટિંગ રેવન્યુ રેન્જ ₹100 કરોડથી ₹500 કરોડ છે. FY2025માં તેની આવક આશરે ₹140.73 કરોડ હતી, જોકે આ સમગ્ર વિમલ બ્રાન્ડનું ટર્નઓવર નથી.

શું વિમલની જાહેરાતો પહેલાં પણ વિવાદમાં આવી છે?

હા, 2018માં DGHSએ વિષ્ણુ પાઉચ પેકેજિંગ પ્રાઈવેટ લિમિટેડને તમાકુ પ્રોડક્ટના પરોક્ષ પ્રમોશનના આરોપસર નોટિસ ફટકારી હતી. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Embed widget