શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી હિંસા પર ભડક્યા જાવેદ અખ્તર, ઈશા ગુપ્તાએ પણ ટ્વિટ કરીને કહ્યું- સીરિયા છે કે દિલ્હી ?
ઉલ્લેખનીય છે કે સોમવારે થયેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ સહિત સાત લોકોના મોત થયા હતા. નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. આ હિંસામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના અનેક વિસ્તારમાં ત્રણ દિવસથી તણાવની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે થયેલી હિંસા બાદ આજે એકવાર ફરી અનેક વિસ્તારોમાં હિંસા અને પત્થરમારો થયો છે. આ હિંસામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. એવામાં દેશની રાજધાની દિલ્હીમાં થઈ રહેલી હિંસાને લઈ લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે. આ ઘટના પર એક્ટ્રેસ ઈશા ગુપ્તા અન જાવેદ અખ્તરે પણ ટ્વીટ કર્યું છે.
ઇશા ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘સિરિયા ? દિલ્હી ? હિંસક લોકો હિંસક વ્યવહાર કરી રહ્યાં છે. જે લોકો જેના માટે આ બધુ કરી રહ્યાં છે, શું તેમને તેના વિશે અડધી જાણકારી પણ છે. મારા શહેર અને મારા ઘરને અસુરક્ષિત બનાવી રહ્યાં છે.’
જાવેદ અખ્તરે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “દિલ્હીમાં હિંસાનું સ્તર વધી રહ્યું છે. બધા કપિલ મિશ્રા સામે આવી રહ્યાં છે. એક સામાન્ય દિલ્હીવાસીઓ માટે એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે જે પણ થઈ રહ્યું છે તે સીએએ અને વિરોધ પ્રદર્શનના કારણે થઈ રહ્યું છે અને થોડાક દિવસોમાં દિલ્હી પોલીસ તેનો આખરી સમાધાન કરશે.”Syria? Delhi? Just violent people doing violent acts without even half the knowledge about what they stand for, making my city, my home unsafe 💔😭 #DelhiBurning
— Esha Gupta (@eshagupta2811) February 24, 2020
ઉલ્લેખનીય છે કે સોમવારે થયેલી હિંસામાં હેડ કોન્સ્ટેબલ સહિત સાત લોકોના મોત થયા હતા. નાગરિકતા સંશોધન કાયદાના મુદ્દે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પથ્થર અને આગચંપી થઈ હતી. ઉપદ્રવીઓએ મૌજપુર મેટ્રો સ્ટેશન,ભજનપુરા અને બ્રહ્મપુરી વિસ્તારોમાં ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ગોકલપુરીમાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ સહિત ઘણા વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. પોલીસના સૂત્રો મુજબ, જાફરાબાદ, મૌજપુર, ચાંદબાગ, ખુરેજી ખાસ અને ભજનપુરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં 48 પોલીસકર્મી અને 98 સામાન્ય નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે.the level of violence is being increased in Delhi . All the Kapil Mishras are being unleashed . An atmosphere is being created to convince an average Delhiite that it is all because of the anti CAA protest and in a few days the Delhi Police will go for “ the final solution “
— Javed Akhtar (@Javedakhtarjadu) February 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion