શોધખોળ કરો
Advertisement
ઝારખંડઃરાહુલ ગાંધીએ કહ્યુ- કોગ્રેસ ગઠબંધનની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરશે
જો કોગ્રેસની ગઠબંધનની રાજ્યમાં સરકાર બનશે તો તે છત્તીસગઢની જેમ ગરીબો અને આદિવાસીઓની જમીન પાછી આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે.
રાંચીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સિમડેગામાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું કે, ઝારખંડમાં કોગ્રેસ ગઠબંધનની સરકાર બનશે તો ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, ગઠબંધનની સરકારી આદિવાસીઓના પાણી, જંગલ અને જમીનની રક્ષા કરશે. આ દરમિયાન મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે, બીજેપીની સરકાર સામાન્ય લોકોના હિતમાં નથી પરંતુ ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરી રહી છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પોતાની રેલી દરમિયાન તેમણે કહ્યું કે, જો કોગ્રેસની ગઠબંધનની રાજ્યમાં સરકાર બનશે તો તે છત્તીસગઢની જેમ ગરીબો અને આદિવાસીઓની જમીન પાછી આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, આજે દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. જે રીતે ઉદ્યોગ બંધ થયા છે તેનાથી લોકોની રોજગારી જતી રહી છે. આ સ્થિતિને બદલવા માટે ગરીબોના ખિસ્સામાં પૈસા નાખવા પડશે. જેવા અમે ખેડૂતોનું દેવુ માફ કરીશું તે બજારમાંથી સામાન ખરીદવાનું શરૂ કરી દેશે જેનાથી ઉદ્યોગો ફરીથી શરૂ થઇ જશે અને રોજગારના અવસર પેદા થશે. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે આ નરેન્દ્ર મોદીની સરકાર નથી. આ અંબાણી અને અદાણીની સરકાર છે. તેમનું લક્ષ્ય ગરીબોના પૈસા લઇને અંબાણી અને અદાણીના ખિસ્સામાં નાખવાનું છે.Congress leader Rahul Gandhi in Simdega: Wherever there is BJP govt, businessmen are given land, but farmers don't get what they want. Wherever Congress has come to power, we promised farmers' loan waiver & we fulfilled it. I promise the same for the people of #Jharkhand. pic.twitter.com/fEfHoPjXkv
— ANI (@ANI) December 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement