શોધખોળ કરો

Jharkhand: આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે ચંપઇ સોરેન, 10 દિવસમાં ફ્લોર ટેસ્ટ

Jharkhand: નોંધનીય છે કે ચંપઇ સોરેને દાવો કર્યો છે કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે.

Jharkhand: ચંપઈ સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને જેએમએમ ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ધારાસભ્ય આલમગીર આલમે કહ્યું કે આગામી 10 દિવસમાં અમારે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે. નોંધનીય છે કે ચંપઇ સોરેને દાવો કર્યો છે કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે રાજ્યપાલને તમામ ધારાસભ્યોના સમર્થનનો વીડિયો પણ બતાવ્યો છે.

રાજ્યપાલ સાથે કરી મુલાકાત

ચંપઈ સોરેન એક દિવસ પહેલા રાજ્યપાલને પણ મળ્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જોકે તે સમયે રાજ્યપાલે તેમને આમંત્રણ આપ્યું ન હતું. રાજ્યપાલે કહ્યું હતું કે આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. ચંપઈએ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે અમે રાજ્યપાલ પાસે માંગ કરી છે કે નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. રાજ્યપાલે અમને ખાતરી આપી છે કે પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં અમે રિપોર્ટ સુપરત કર્યો છે. અમને સરકાર બનાવવામાં કોઈ મુશ્કેલી નથી. અમારું 'ગઠબંધન' ખૂબ જ મજબૂત છે.

અહેવાલો અનુસાર સીએમ હેમંત સોરેનના રાજીનામા બાદ ધારાસભ્યોને અલગ કરવાના પ્રયાસો થઈ શકે છે. ઝારખંડમાંથી ધારાસભ્યોને ભાજપની લાલચથી બચાવવા માટે તેમને બહાર મોકલવાની તૈયારી ચાલી રહી હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપની નજર ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્યો તેમજ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ધારાસભ્યો પર છે. ગઠબંધનમાં સામેલ ધારાસભ્યોને બચાવવા માટે તેમને ઝારખંડની બહાર કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગુરુવારે સાંજે ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ધારાસભ્યોને સર્કિટ હાઉસમાંથી શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જેએમએમ ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેન દાવો કર્યો હતો કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધારાસભ્યો માટે એરપોર્ટ પર બે ચાર્ટર્ડ પ્લેન તૈયાર કરાયા હતા. રાત્રે લગભગ 9.40 વાગ્યે આવેલા સમાચાર મુજબ ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ ધારાસભ્યો એરપોર્ટથી સર્કિટ હાઉસ પરત ફર્યાના સમાચાર પણ સામે આવ્યા છે. સમાચાર અનુસાર, ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસ વચ્ચે ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget