ઝારખંડમાં રાજકીય સંકટ વચ્ચે આજે રાજીનામું આપી શકે છે હેમંત સોરેન, રાજ્યપાલને મળશે UPA ડેલીગેશન
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય હંગામા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય હંગામા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, સીએમ હેમંત સોરેન રાજીનામું આપી શકે છે. સોરેને સાંજે 4 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે, ત્યારબાદ તેઓ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પછી સોરેન ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
Jharkhand | UPA delegation to meet Jharkhand governor Ramesh Bais at 4pm today
— ANI (@ANI) September 1, 2022
સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેન બેઠક બાદ રાજ્યપાલ પાસે જશે, જ્યાં તેઓ વિધાનસભામાંથી રાજીનામું આપી શકે છે. જો કે, જ્યારે ABP ન્યૂઝે આ અંગે હેમંત સોરેનના ભાઈ વસંત સોરેન સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આવી કોઈ વાત નથી. બિનજરૂરી આવી અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે યુપીએનું પ્રતિનિધિમંડળ સાંજે 4 વાગ્યે ઝારખંડના રાજ્યપાલને મળશે.
વાસ્તવમાં સીએમ હેમંત સોરેન ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં ફસાયા છે. આ કેસમાં તેમની સામે તપાસ ચાલી રહી છે. આ મામલે ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર લખ્યો હતો, જેમાં હેમંત સોરેનની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ પર રાજ્યપાલે નિર્ણય લેવાનો છે, જે ગમે ત્યારે લઈ શકાય છે. આ ખતરાને સમજીને સોરેન પોતે પણ હવે રાજીનામું આપી શકે છે. તેઓ પહેલા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે અને ફરી એકવાર રાજ્યપાલ સમક્ષ જઈને સરકાર બનાવવાની ઓફર કરી શકે છે. જોકે, સોરેન આમ કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હેમંત સોરેને પોતાના ધારાસભ્યોને રાયપુર મોકલ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના એક રિસોર્ટમાં 30થી વધુ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. આ મામલે ભાજપે સોરેનને ઘેર્યા છે. બીજી તરફ, સોરેનનું કહેવું છે કે ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે અને તેમની સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
Koffee With Karan 7: દિશા પાટની સાથે બ્રેકઅપ થયા બાદ ટાઈગર શ્રોફે કર્યો ખુલાસો, કહી આ મોટી વાત
Asia Cup 2022: હોંગકોંગ વિરુદ્ધ Suryakumar Yadavએ મચાવી તબાહી, અંતિમ ઓવરમાં ફટકારી ચાર સિક્સ
GDP Data: ભારતીય અર્થવ્યવસ્થાએ રફ્તાર પકડી, 2022-23નો પ્રથમ ત્રિ-માસિક GDP દર 13.5 ટકા નોંધાયો