Asia Cup 2022: હોંગકોંગ વિરુદ્ધ Suryakumar Yadavએ મચાવી તબાહી, અંતિમ ઓવરમાં ફટકારી ચાર સિક્સ
Suryakumar Yadav: હોંગકોંગ સામે ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 192 રન ફટકાર્યા હતા
Suryakumar Yadav: હોંગકોંગ સામે ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 192 રન ફટકાર્યા હતા. જ્યારે ભારતીય ટીમે ઇનિંગની શરૂઆત કરી ત્યારે લાગતું ન હતું કે તે આટલો મોટો સ્કોર બનાવી શકશે પરંતુ સૂર્યકુમાર યાદવે એવી તોફાની ઈનિંગ રમી કે આખી રમત પલટાઈ ગઈ હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 22 બોલમાં ફિફ્ટી ફટકારીને હોંગકોંગના બોલરોને ધોઇ નાખ્યા હતા. આ ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 68 રન ફટકાર્યા હતા.
.@surya_14kumar set the stage on fire 🔥 🔥 & was our top performer from the first innings of the #INDvHK clash. 👏 👏 #TeamIndia | #AsiaCup2022
— BCCI (@BCCI) August 31, 2022
Here's a summary of that superb knock 🔽 pic.twitter.com/d0ELeivTSp
સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ઇનિંગ
13મી ઓવરમાં ભારતની બીજી વિકેટ પડી ત્યારબાદ સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો હતો. ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ ખૂબ જ ધીમી બેટિંગ કરી રહી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવે માત્ર 26 બોલમાં 68 રન ફટકારી બાજી પલટી દીધી હતી. સૂર્યકુમાર યાદવે ઇનિંગ દરમિયાન છ સિક્સ અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે 261.54ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
અંતિમ ઓવરમાં 26 રન
ઈનિંગની છેલ્લી ઓવરમાં સૂર્યકુમાર યાદવે તોફાન મચાવ્યું હતું. આ ઓવરમાં તેણે 26 રન ફટકાર્યા હતા. જેમાં ચાર છગ્ગાનો પણ સમાવેશ થાય છે. સૂર્યકુમાર યાદવે પ્રથમ ત્રણ બોલમાં સતત 3 સિક્સર ફટકારી હતી. એવું લાગી રહ્યું હતું કે તે દરેક બોલ પર સિક્સર ફટકારી દેશેપરંતુ હોંગકોંગના બોલર એરોન અર્શદે બાઉન્સર નાખ્યો અને તે ડોટ બોલ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલી સાથે મળીને માત્ર 42 બોલમાં 98 રનની ભાગીદારી કરી હતી. જેમાં સૂર્યાએ પોતે 26 બોલમાં 68 રન બનાવ્યા હતા. અંતે આ બંનેની શાનદાર બેટિંગથી ભારતે 16 થી 20 ઓવરની વચ્ચે 78 રન બનાવ્યા હતા.
Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી
PM Modi Food Expenses: પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો