શોધખોળ કરો
Advertisement
કંગના રાણાવતે ટવિટરના સીઇઓ પર સાધ્યું નિશાન, કહ્યું. ‘ઇસ્લામવાદી રાષ્ટ્રે આપને ખરીદી લીધા છે’
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવત તેમના સ્પષ્ટ નિવેદન માટે જાણીતી છે. હવે તેમણે ટ્વિટરના સીઇઓ જેક ડોર્સના વર્ષ 2015નું એક ટવિટને શેર કરીને તેના પર જ નિશાન સાધ્યું છે. કંગના રાણાવતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટવિટર અકાઉન્ટ બેનની ઘટના પર પ્રતિક્રિયા આપી છે.
બોલિવૂડ:અભિનેત્રી કંગના રાણાવત તેમના સ્પષ્ટ અને બિનદાસ્ત નિવેદનો માટે જાણીતી છે. કંગના છેલ્લા કેટલાક દિવસોથી તેમના આવા વલણના કારણે ચર્ચામાં રહી છે. તે દરેક ઘટના મુદ્દે તેમનો અભિપ્રાય ખુલ્લીને આપે છે. અમેરિકાની હિંસા પર પણ તેમને આવા જ અંદાજમાં તેમનો અભિપ્રાય રજૂ કર્યો છે.
અમેરિકામાં યૂએસ કેપિટલમાં ટ્રમ્પ સમર્થકોએ તોફાન કર્યાં બાદ ટ્રમ્પનું ટવિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. જેના પણ કંગનાએ ટિવટ કરતા તેને અભિવ્યકિતની આઝાદી વિરોધ ગણાવ્યું છે.
કંગનાએ ટવિટર હેડ જૈક ડોર્સી પર નિશાન સાધતા જણાવ્યું કે, ‘ઇસ્લામી દેશ અને ચીની પ્રોપેગેન્ડાએ આપને ખરીદી લીધા છે. આપણે માત્ર આપનો કાયદો જ દેખાય છે. જેથી આપ માત્ર આપના માટે સ્ટેન્ડ લો છો. આપ ખૂબજ બેશરમી સાથે બીજાના વિચારો સાથે ઇન્ટોલરન્સ કરો છો.આપ બસ તમારી જ લાલચના ગુલામ બની રહ્યાં છો’No you don’t,Islamists nation and Chinese propaganda has bought you completely, you only stand for your petty gains. You shamelessly show intolerance for anything other than what they want. U are nothing but a little slave of your own greeds. Don’t preach again its embarrassing. https://t.co/jDn97OVrHU
— Kangana Ranaut (@KanganaTeam) January 10, 2021
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટને સસ્પેન્ડ કર્યાં બાદ સોશિયલ મીડિયા પર વિચારોની અભિવ્યક્તિની આઝાદીને લઇને એક જંગ છેડાઇ છે. જેના પગલે ટવિટર હેડ જેક ડોર્સીનું ખૂબ જ જુનુ ટ્વિટ પણ વાયરલ થયું છે. જેમાં લખ્યું છે કે, ‘ટ્વિટર હંમેશા અભિવ્યક્તિની આઝાદીને સાથે ઉભું છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. જે હેમંશા સાચું બોલે છે’ સોશિયલ મીડિયા પર ટવિટ પર જ કંગનાએ નિશાન સાધતાં કેટલાક સવાલ ઉઠાવ્યો છે. જો કે સોશિયલ મીડિયા પર કંગનાના મતનો કેટલાક લોકોએ વિરોધ કર્યો છે અને ટ્રમ્પના ટવિટર અકાઉન્ટના સસ્પેન્શનનો નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તો બીજી તરફ કેટલાક લોકોએ કંગનાનું સમર્થન પણ કર્યં છે.Square stands for economic empowerment. We stand for financial systems that serve instead of rule. We stand for leveling the playing field.
— jack (@jack) October 5, 2015
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement