શોધખોળ કરો
MPમાં અડધી રાત્રે રાજકીય નાટકઃ કોંગ્રેસનો દાવો- બીજેપીએ જબરદસ્તીથી કેદ કર્યા અમારા ધારાસભ્યો
અડધી રાત્રે બન્ને પાર્ટીઓ વચ્ચે ગુરુગ્રામના માનસેરના આઇટીસી રિસોર્ટમાં ખેંચાખેંચનો શૉ જોવા મળ્યો હતો.

ગુરુગ્રામઃ મધ્યપ્રદેશમાં હવે રાજકીય નાટક શરૂ થઇ ચૂક્યુ છે. રાજ્યમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે ફરી એકવાર ખેંચતાણ સામે આવી છે, કેમકે અડધી રાત્રે બન્ને પાર્ટીઓ વચ્ચે ગુરુગ્રામના માનસેરના આઇટીસી રિસોર્ટમાં ખેંચાખેંચનો શૉ જોવા મળ્યો હતો. અડધી રાત્રે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને બહારથી સમર્થન આપી રહેલા અપક્ષો અને સપા-બસપાના ધારાસભ્યો ગઇ અડધી રાત્રે ગુડગામની એક હૉટલમાં જોવા મળ્યા હતા. માહિતી મળતાં જ કોંગ્રેસ એલર્ટ મૉડ પર આવી ગઇ હતી. બધા ધારાસભ્યો સાથે સંપર્ક કર્યો, બાદમાં મધ્યપ્રદેશના મંત્રી જયવર્ધન સિંહ અને જીતુ પટવારી બહુજન સમાજવાદી પાર્ટીના સસ્પેન્ડ ધારાસભ્ય રમાબાઇની સાથે ગુરુગ્રામની આઇટીસી હૉટલની બહાર નીકળ્યા હતા. આ બધાની વચ્ચે ત્યાં હાજર રહેલા લોકો સાથે ચર્ચા પણ થઇ હતી.
વધુ વાંચો





















