શોધખોળ કરો
Advertisement
BMCએ પોતાની ઓફિસ તોડતા કંગનાએ કહ્યુ- ઉદ્ધવની સરકાર બાબરની સેના જેવી, આ રામ મંદિર બનશે
સંજય રાઉત અને કંગના રનૌત વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે કંગનાની ઓફિસ તૂટવા સુધી પહોંચી ગયો છે
મુંબઇઃ સંજય રાઉત અને કંગના રનૌત વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે કંગનાની ઓફિસ તૂટવા સુધી પહોંચી ગયો છે. બીએમસીએ આજે કંગના રનૌતની ઓફિસ પર ગેરકાયદેસર નિર્માણ તોડવાની નોટિસ ફટકારી હતી અને તરત જ તેની ઓફિસ પર ગેરકાયદેસર નિર્માણ તોડવાનું કામ શરૂ કરી દીધું હતું. જેના પર કંગના ભડકી હતી અને બીએમસીની તુલના બાબરની સેના સાથે કરી અને પોતાની ઓફિસને મંદિર બતાવ્યું હતું.
કંગનાએ ટ્વિટમાં કહ્યું કે, મણિકર્ણિકા ફિલ્મમાં પ્રથમ ફિલ્મ અયોધ્યાની જાહેરાત થઇ, આ મારા માટે એક ઇમારત નથી રામ મંદિર છે. આજે ત્યાં બાબર આવ્યો છે અને આજે ઇતિહાસ ફરી દોહરાવાશે. રામ મંદિર ફરી તૂટશે. પરંતુ યાદ રાખ બાબર આ મંદિર ફરી બનશે આ મંદિર ફરી બનશે,જય શ્રી રામ, જય રામ શ્રી રામ, જય શ્રી રામ.
તે સિવાય કંગનાએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, હું મુંબઇ દર્શન માટે તૈયાર છું. મહા સરકાર અને તેના ગુંડાઓ મારી સંપત્તિને ગેરકાયદેસર રીતે તોડવા જઇ રહ્યા છે. હું મહારાષ્ટ્રના ગૌરવ માટે લોહી આપવાનું વચન આપ્યું હતું. આ બધુ નથી પરંતુ મારી ભાવના ઉચ્ચસ્તર હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion