શોધખોળ કરો

ABP CVoter Survey: બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાનું વચન આપવાથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન? સર્વેએ ચોંકાવ્યા

ABP C Voter Survey:  કર્ણાટક ચૂંટણીને લઈને કોંગ્રેસે તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે રાજ્યમાં સરકાર બનશે તો બજરંગ દળ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ABP C Voter Survey:  કર્ણાટક ચૂંટણીને લઈને કોંગ્રેસે તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે રાજ્યમાં સરકાર બનશે તો બજરંગ દળ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જય બજરંગબલીના નારા લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ બજરંગબલીના ભક્તોને તાળામાં બધ કરવાનો પ્રયાસ છે. દરમિયાન સી-વોટરે એબીપી ન્યૂઝ માટે એક સર્વે કર્યો કે બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન? તેના પર 37 ટકા લોકોએ કહ્યું કે કોંગ્રેસને ફાયદો થશે. તે જ સમયે, 44 ટકા લોકોએ કહ્યું કે આનાથી કોંગ્રેસને નુકસાન થશે. બીજી તરફ 19 ટકા લોકોએ કહ્યું કે તેઓ અત્યારે કંઈ કહી શકે તેમ નથી.

બજરંગદળ પર પ્રતિબંધનું વચન આપીને કોંગ્રેસને નુકસાન કે ફાયદો?
ફાયદો-37%
નુકશાન-44%
ખબર નહીં -19%

શું છે મામલો?
કોંગ્રેસે તેના ઢંઢેરામાં કહ્યું હતું કે, "કોઈપણ વ્યક્તિ કે બજરંગ દળ, પીએફઆઈ અને અન્ય સંગઠનો જે નફરત અને દુશ્મનાવટ ફેલાવે છે, પછી ભલે તે બહુમતી કે લઘુમતી વચ્ચે હોય, તેઓ કાયદા અને બંધારણનું ઉલ્લંઘન કરી શકે નહીં. અમે કાયદા હેઠળ આવા સંગઠનો પર પ્રતિબંધ સહિત નિર્ણાયક પગલાં લઈશું.

શું કહ્યું પીએમ મોદીએ?
વડા પ્રધાન મોદીએ બુધવારે (3 મે) કર્ણાટકમાં તેમની ત્રણેય જાહેર સભાઓ દરમિયાન 'જય બજરંગ બલી' ના નારા લગાવ્યા હતા. આના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે (2 મે) વિજયનગર જિલ્લાના હોસાપેટેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસે તેના ઢંઢેરામાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે.

કોંગ્રેસે શું કહ્યું?
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે જ્યારે સરકાર આવશે ત્યારે રાજ્યમાં હનુમાન મંદિર બનાવવામાં આવશે. કર્ણાટકમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 13મી મેના રોજ આવશે. એબીપી ન્યૂઝ માટે સી-વોટરના આ સર્વેમાં 8 હજાર 272 લોકો સાથે વાત કરવામાં આવી છે. આજે દિવસભર સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનલ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

શું શરદ પવાર ફરી એકવાર સૌકોઈને ચોંકાવશે?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદ પરથી શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે ઘમાસાણ મચી જવા પામ્યું છે. પાર્ટી કાર્યકર્તાઓથી લઈને નેતાઓ સુધી શરદ પવારને રાજીનામું ના આપવા અપીલ કરી રહ્યાં છે.  પાર્ટી કાર્યકર્તાઓ સતત પવારને નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે પાર્ટીના આગામી અધ્યક્ષ કોણ હશે? જોકે હંમેશા પોતાના નિર્ણયોને લઈને ચોંકાવવા માટે જાણીતા શરદ પવાર ફરી એકવાર સૌકોઈને આશ્ચર્ય પમાડી શકે છે.  અધ્યક્ષ પદેથી રાજીનામાને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે શરદ પવાર આજે ગુરુવારે મુંબઈના યશવંતરાય ચૌહાણ સેન્ટરમાં કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો સંકેત આપ્યો હતો.

શરદ પવારે કહ્યું હતું કે, મારે તમને લોકોને વિશ્વાસમાં લઈને આ નિર્ણય લેવો જોઈતો હતો, પરંતુ આ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આવતીકાલે સાંજે 5:00 વાગ્યા સુધી બેઠક થશે અને તમારી ઈચ્છા મુજબ નિર્ણય લેવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મેં પાર્ટી (NCP)ના ભવિષ્ય માટે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેંદ્રીય મંત્રી શરદ પવારે 2 મે બે દિવસ અગાઉ પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ ચોંકાવનારા નિર્ણય બાદ અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી કે હવે પાર્ટીના પ્રમુખ કોણ હશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
Embed widget