BJP એ કર્ણાટકમાં 2 ધારાસભ્યોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કર્યા દૂર, જાણો શું છે મોટું કારણ
ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક મોટી શિસ્તભંગની કાર્યવાહી કરતા તેના કર્ણાટકના બે ધારાસભ્યો - એસટી સોમશેખર અને એ શિવરામ હેબ્બરને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

BJP Expels ST Somashekar and A Shivaram Hebbar: ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક મોટી શિસ્તભંગની કાર્યવાહી કરતા તેના કર્ણાટકના બે ધારાસભ્યો - એસટી સોમશેખર અને એ શિવરામ હેબ્બરને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટી વિરોધી ગતિવિધીના કારણે કર્ણાટક ભાજપે તેમના બંને ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ભાજપના કર્ણાટક એકમના પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે બંને ધારાસભ્યોને તેમની કથિત પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે હાંકી કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ હાઈકમાન્ડે લાંબા વિચાર-વિમર્શ પછી આ નિર્ણય લીધો છે. કર્ણાટક વિધાનસભામાં ST સોમશેખર યશવંતપુરનું પ્રતિનિધિત્વ કરે છે અને એ શિવરામ હેબ્બર યલ્લાપુરનું પ્રતિનિધિત્વ કરે છે.
પાર્ટીની કેન્દ્રીય શિસ્ત સમિતિના સભ્ય સચિવ ઓમ પાઠકે પણ હેબ્બરને એક સત્તાવાર પત્ર મોકલ્યો છે. તેમના મતે પાર્ટી શિસ્તના વારંવાર ઉલ્લંઘનને કારણે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમને તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે.
ધારાસભ્યોને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી
પાર્ટીની કેન્દ્રીય શિસ્ત સમિતિના સભ્ય સચિવ ઓમ પાઠકે પણ હેબ્બરને એક સત્તાવાર પત્ર મોકલ્યો છે. તેમના મતે પાર્ટી શિસ્તના વારંવાર ઉલ્લંઘનને કારણે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેમને તાત્કાલિક અસરથી હાંકી કાઢવામાં આવ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "પક્ષની કેન્દ્રીય શિસ્ત સમિતિએ 25 માર્ચ, 2025 ના રોજ જારી કરાયેલ કારણ બતાવો નોટિસના તમારા જવાબ પર વિચાર કર્યો છે અને પક્ષ શિસ્તના તમારા વારંવાર ઉલ્લંઘન પર ગંભીરતાથી વિચાર કર્યો છે."
આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "તે મુજબ, તમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તમને હાલમાં પક્ષમાં જે પણ પદ પર છો તેમાંથી દૂર કરવામાં આવ્યા છે." આ પહેલા આ વર્ષે માર્ચમાં ભાજપે પાર્ટીના ધારાસભ્ય બસંગૌડા પાટિલ યત્નાલને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
ઓપરેશન લોટસ દરમિયાન તેઓ ભાજપમાં જોડાયા હતા. બંને ધારાસભ્યો ભાજપ સરકારમાં મંત્રી હતા, પરંતુ કોંગ્રેસ સત્તામાં આવ્યા પછી હેબર અને સોમશેખરે પાર્ટીથી અલગ થઈ ગયા હતા.




















