Karnataka Election 2023: કર્ણાટકમાં ભાજપને વધુ એક ઝટકો, આ મોટા નેતાએ આપ્યું રાજીનામું
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જગદીશ શેટ્ટાર હજુ પણ ટિકિટ ન મળવાથી નારાજ છે
Karnataka Election 2023: કર્ણાટકમાં બીજેપીને વધુ એક ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા બી.એમ. મલ્લિકાર્જુને શનિવારે (15 એપ્રિલ) પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બી.એમ મલ્લિકાર્જુન કર્ણાટકમાં 'ફાઇટર રવિ' તરીકે પણ ઓળખાય છે.
Karnataka | BM Mallikarjuna also known as 'Fighter Ravi' resigns from the primary membership of the Bharatiya Janata Party pic.twitter.com/9onIEfj4k1
— ANI (@ANI) April 15, 2023
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જગદીશ શેટ્ટાર હજુ પણ ટિકિટ ન મળવાથી નારાજ છે. શેટ્ટારને ટિકિટ આપવામાં વિલંબનો વિરોધ કરતા હુબલી ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના 16 સભ્યોએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ નલિન કુમારને પોતાના રાજીનામા સોંપ્યા હતા.
ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના નેતાઓ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. ઘણા અસંતુષ્ટ ધારાસભ્યો ત્રીજી યાદીની રાહ જોઈ રહ્યા છે કારણ કે પાર્ટીએ ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ દરમિયાન ટિકિટ ન મળવાના કારણે નારાજ થયેલા ભાજપના કેટલાક ધારાસભ્યો પણ અન્ય પક્ષોમાં જોડાયા છે.
પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદી કોંગ્રેસમાં જોડાયા
કર્ણાટકના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદી જેઓ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને અઠાની મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે. ભાજપે રાજ્યની 224 બેઠકોમાંથી 213 નામોની જાહેરાત કરી છે અને 11 નામોની જાહેરાત થવાની બાકી છે.
લક્ષ્મણ સાવદીએ 12 એપ્રિલે વિધાન પરિષદના સભ્ય તરીકે અને તેમના મતવિસ્તાર અઠાનીમાંથી ટિકિટ ન મળવાના કારણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. કર્ણાટકમાં નવી સરકાર માટે 10 મેના રોજ મતદાન થશે. 224 સભ્યોની વિધાનસભાની ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
Kejriwal : કેજરીવાલ લાલઘુમ, ખોટા પુરાવા રજુ કરનાર CBI-EDના અધિકારીઓને ધમકી
Aravind Kejriwal Warning : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલે સમન્સ પાઠવ્યા છે. આ મામલે કેજરીવાલે કહ્યું હતું કે, જે દિવસે મેં દિલ્હી વિધાનસભામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાત કરી હતી, ત્યારે મને ખબર હતી કે, આગળનો નંબર મારો હશે. સાથે જ તેમણે કહ્યું છે કે, અદાલતમાં ખોટા પુરાવા રજુ કરનારા CBI અને EDના અધિકારીઓ વિરૂદ્ધ તેઓ કેસ નોંધાવશે.
કેજરીવાલે કહ્યું હતું કે, આવતીકાલે તેઓ સીબીઆઈ ઓફિસ જશે.કેજરીવાલને સીબીઆઈ તપાસ ટીમના સવાલોના જવાબ આપવા માટે સવારે 11 વાગ્યે એજન્સી હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક્સાઈઝ પોલિસી કેસ પર કહ્યું હતું કે, ED, CBIએ તેમના પર 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. તેણે 400થી વધુ દરોડા પાડ્યા, પરંતુ હજી સુધી આ રકમ મળી ન હતી. એક્સાઇઝ પોલિસી કેસમાં CBI, EDએ કોર્ટમાં ખોટા સોગંદનામા દાખલ કર્યા, તેઓ મનીષ સિસોદિયા અને મારી વિરુદ્ધ જુબાની આપવા માટે લોકોને ટોર્ચર કરી રહ્યા છે