Karnataka Election 2023 Poll Of Polls: પોલ ઓફ પોલ્સમાં ભાજપને મોટો ઝટકો, બહુમત નહી મળે તેવો તમામ સર્વેમાં અંદાજ
દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં એક મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાશે. અહીં 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે
Karnataka Election 2023: દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં એક મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાશે. અહીં 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે, ત્યારબાદ 14 મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. ચૂંટણી પહેલા કર્ણાટકને લઈને ઘણા ઓપિનિયન પોલ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ચૂંટણીમાં પક્ષોના સંભવિત પ્રદર્શનને લઈને અહીં 4 પોલ આવ્યા છે.
કર્ણાટકમાં હાલમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તા પર છે. પરંતુ ચારેય પોલ પર નજર કરીએ તો એક પણ સર્વેમાં ભાજપની સરકાર બનશે તેવી આગાહી કરાઇ નથી. એબીપી ન્યૂઝ સી-વોટર ઓપિનિયન પોલમાં ભાજપને 68થી 80 સીટો મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસને બહુમતી મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસને આ વખતે અહીં 115થી 127 બેઠકો મળી શકે છે. જો આમ થશે તો તેને સરકાર બનાવવા માટે થોડી જ બેઠકોની જરૂર પડશે. આ પોલમાં JDS 23 થી 25 બેઠકો સાથે ત્રીજા નંબર પર સરકી ગઈ છે.
કોંગ્રેસને ભાજપ કરતા વધુ બેઠકો મળી શકે છે
મેટરાઈઝના ઓપિનિયન પોલની વાત કરીએ તો તેમાં ભાજપ નંબર વન પર જોવા મળે છે, જોકે આ સર્વેમાં પણ બહુમતી નથી મળી રહી. ભાજપને 96થી 106 બેઠકો મળી શકે છે. કોંગ્રેસ બીજા નંબર પર રહેશે જેને 88 થી 98 બેઠકો મળી શકે છે. આ સિવાય જેડીએસને 23થી 33 સીટો મળે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. 2 થી 7 બેઠકો અન્ય પક્ષ કે અપક્ષ ઉમેદવારોને મળી શકે છે.
લોકપાલના પોલમાં કોંગ્રેસને સૌથી વધુ સીટો મળી રહી છે. કોંગ્રેસને 116થી 123 બેઠકો મળી શકે છે. બીજેપી બે આંકડામાં સમેટાતી જોવા મળી રહી છે. તેને 77થી 83 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. જેડીએસને 21થી 27 બેઠકો મળતી દેખાઈ રહી છે.
પોપ્યુલર પોલના આંકડાની વાત કરીએ તો પણ કોંગ્રેસ નંબર વન પર દેખાઇ રહી છે. આ ઓપિનિયન પોલમાં કોંગ્રેસને 100 થી 108 સીટો મળતી દેખાઈ રહી છે. ભાજપને 81 થી 89 બેઠકો મળી શકે છે. જેડીએસ ત્રીજા નંબર પર છે.
ABP Cvoter Opinion Poll: કર્ણાટકમાં થઈ શકે છે મોટો ઉલટફેર, બની શકે છે કોંગ્રેસની સરકાર!!!
ABP Cvoter Karnataka Opinion Poll: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે આજે વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. કર્ણાટકમાં 10 મેના રોજ એક તબક્કામાં મતદાન થશે અને 13 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ પુનરાગમન માટે તમામ મથામણ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનામાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ કર્ણાટકના પ્રવાસે છે. તો બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસ પણ રાજ્યમાં સત્તા કબજે કરવા માટે પૂરા જોશ સાથે મેદાનમાં છે.
કર્ણાટકમાં ભાજપ વાપસી કરશે કે કોંગ્રેસને તક મળશે કે પછી આ બંને વચ્ચે જેડીએસની લોટરી નીકળશે તે તો ચૂંટણીના પરિણામોના દિવસે જ ખબર પડશે. પરંતુ લોકોનો અભિપ્રાય જાણવા માટે સી-વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો. આ ઓપિનિયન પોલમાં 24 હજાર 759 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. કર્ણાટકની તમામ સીટો પર ઓપિનિયન પોલ કરવામાં આવ્યા છે. ઓપિનિયન પોલમાં એરર ઓફ માર્જીન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.
ઓપિનિયન પોલમાં સૌથી મોટો પક્ષ કોણ?
સી વોટરએ ઓપિનિયન પોલમાં સવાલ પૂછ્યો હતો કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે? આ પ્રશ્નના ખૂબ જ આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસને કર્ણાટકમાં સૌથી વધુ સીટો મળવાની ધારણા છે. ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસને 115-127 સીટો શકે છે. જ્યારે બીજેપીને 68-80 સીટો અને જેડીએસને 23-35 સીટો મળી શકે છે. તો અન્યને 0-2 બેઠકો મળવાની ધારણા છે