Karnataka Elections 2023: ' તમારા સપના મારા સપના, મળીને પુરા કરીશું’, કર્ણાટકના મતદારોને PM મોદીની અપીલ, ટ્વિટ કર્યો વીડિયો
પીએમનો આ વીડિયો ભાજપના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે.
Karnataka Assembly Elections 2023: કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સોમવારે (8 મે) સાંજે 5 વાગ્યે સમાપ્ત થઇ ગયો છે. રાજ્યમાં બુધવારે (10 મે) મતદાન થવાનું છે. પ્રચાર બંધ થયા બાદ પણ પીએમ મોદીએ ગઈકાલે રાત્રે 12.21 કલાકે કર્ણાટકના લોકો માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. પીએમનો આ વીડિયો ભાજપના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં પીએમ મોદી ભાજપને વોટ કરવાની અપીલ કરતા ઈશારા કરી રહ્યા છે. 8 મિનિટ 25 સેકન્ડના આ વીડિયોમાં પીએમએ કહ્યું છે કે કર્ણાટકને એક ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા માટે ડબલ એન્જિન સરકારની જરૂર છે. પીએમએ કહ્યું કે ' તમારા સપના મારા સપના, મળીને પુરા કરીશું. વડાપ્રધાને કહ્યું હતું કે ભાજપ સરકાર સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કરશે.
PM Shri @narendramodi's appeal to the voters of Karnataka. pic.twitter.com/lrXMuL7kHF
— BJP (@BJP4India) May 8, 2023
'ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ'
પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકની જનતાનો ઘણો પ્રેમ મળ્યો છે. કર્ણાટકમાં ભાજપની સરકાર બનશે તે નિશ્ચિત છે. ભારતની જનતાએ ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ કર્યો છે. કર્ણાટક વિકસિત ભારતના સંકલ્પનું નેતૃત્વ કરવા માટે ઉર્જાથી ભરેલું છે. અત્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હવે અમારો સંકલ્પ દેશને ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવાનો છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે કર્ણાટકની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે.
'ભાજપની નીતિઓ કર્ણાટકની અર્થવ્યવસ્થાનો વિસ્તાર કરશે'
અત્યારે કર્ણાટકની જનતાએ ડબલ એન્જિન સરકારના ત્રણ વર્ષના કાર્યકાળની કામગીરી જોઈ છે. ભાજપ સરકારની નિર્ણાયક, કેન્દ્રિત અને ભવિષ્યવાદી નીતિઓ કર્ણાટકની અર્થવ્યવસ્થાનો વિસ્તાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કોરોના જેવી મહામારી પછી પણ કર્ણાટકમાં ભાજપ સરકારના કાર્યકાળમાં વિદેશી રોકાણ અને એફડી વાર્ષિક રૂ. 90 હજાર કરોડની સપાટીએ આવી ગયું હતું જ્યારે અગાઉની સરકાર વખતે પણ આ જ આંકડો વાર્ષિક માત્ર 30 હજાર કરોડ રૂપિયાની આસપાસ હતો.
Karnataka Elections: ‘કોંગ્રેસ મુસ્લિમ આરક્ષણ વધારીને 6% કરશે તો ઘટશે કોનું ?’ અમિત શાહે કહ્યું – પ્રચાર પૂરો થાય પહેલા મળવો જોઈએ જવાબ
Karnataka Elections 2023: કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તમામ પ્રદેશોમાં ભારતીય જનતા પાર્ટી માટે ટ્રેન્ડ છે. આ વખતે કર્ણાટકમાં ભાજપ પૂર્ણ બહુમત સાથે આવી રહ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે આવી રાજનીતિ ન કરવી જોઈએ. કર્ણાટકની જનતા કોંગ્રેસને જવાબ આપશે. કર્ણાટકમાં પીએમ મોદીની લોકપ્રિયતા અપાર છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, SCમાં અનામત હટાવવામાં આવશે નહીં. જો કોંગ્રેસ મુસ્લિમ આરક્ષણ વધારીને 6% કરે તો ઓછું કોનું થશે ? શું તે ઓબીસી માટે કરશે કે લિંગાયત માટે કરશે. પ્રચાર પૂરો થાય તે પહેલા કોંગ્રેસને આ વાત જણાવવી જોઈએ. અમારી પાર્ટીએ 4% મુસ્લિમ અનામત નાબૂદ કરી છે કારણ કે તે ગેરબંધારણીય હતું. આપણા બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતું, જેને અમે હટાવી દીધું છે.